Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂર ટાણે ફરજમાંથી અલિપ્ત રહેનાર એડિ. એન્જિનીયરને પાણીચું

VADODARA : વડોદરાવાસીઓ (VADODARA) ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યા છે. તેવામાં પૂર ટાણે પોતાની કામગીરીમાંથી અલિપ્ત રહેનારા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. વોર્ડ નં - 15 ના એડિશનલ એન્જિનીયર યજ્ઞેશ ઉપાધ્યાયને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જેને...
vadodara   પૂર ટાણે ફરજમાંથી અલિપ્ત રહેનાર એડિ  એન્જિનીયરને પાણીચું

VADODARA : વડોદરાવાસીઓ (VADODARA) ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યા છે. તેવામાં પૂર ટાણે પોતાની કામગીરીમાંથી અલિપ્ત રહેનારા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. વોર્ડ નં - 15 ના એડિશનલ એન્જિનીયર યજ્ઞેશ ઉપાધ્યાયને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જેને લઇને પાલિકાના કામચોર કર્મચારી-અધિકારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

આ રોષ અવાર-નવાર સામે આવી રહ્યો છે

વડોદરાવાસીઓએ ઐતિસાહીક પૂરની સ્થિતી જોઇ છે. ધીરે ધીરે શહેર તેમાંથી પરત ફરી રહ્યું છે. પૂર સમયે લોકોની આશા-અપેક્ષા મુજબ સરકારી મદદ અથવાતો સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની મદદ મળી શકી ન્હતી. જેને લઇને લોકોમાં ભારે રોષ છે. અને આ રોષ અવાર-નવાર સામે આવી રહ્યો છે. ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા કામચોર અધિકારી-કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

પાણીચું પરખાવતા સસ્પેન્ડ

શહેરમાં પૂરની વિકટ પરિસ્થિતી વચ્ચે જ્યારે તંત્રને અધિકારીઓ-કર્મચારીઓની વધારે જરૂરત હતી. તેવા સમયે વોર્ડ નં 15 ના એડિશનલ એન્જિનીયર યજ્ઞેશ ઉપાધ્યાય ગેરહાજર રહ્યા હતા. અને પૂર સમયે કામગીરીથી અલિપ્ત રહીને તેમણે બેદરકારી છતી કરી હતી. ફરત પ્રત્યેની ગંભીર બેદરકારી અને નિષ્કાળજીને લઇને પાલિકા કમિશનર દિલીપ રાણાએ તેઓને પાણીચું પરખાવતા સસ્પેન્ડ કર્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, પાલિકાના એન્જિનીયર યજ્ઞેશ ઉપાધ્યાય ખાનગી નોકરી કે ધંધો પણ કરી શકશે નહીં.

કામચોર અધિકારીઓમાં ભારે ફફડાટ

આમ, પૂરના પાણી ઓસરી ગયા બાદ હવે પાલિકા તંત્ર દ્વારા બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને પગલે પાલિકાના કામચોર અધિકારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્પાયી જવા પામી છે. તો બીજી તરફ હવે કોનો વારો આવશે, તે અંગે તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વિદેશમાં MBBS ભણતી વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવ્યું

Tags :
Advertisement

.