Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કાંસ પરના દબાણોનો સરવે કરાશે, રાજકીય સર્વાનુમતિથી કાર્યવાહી

VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસીક પૂરની પરિસ્થીતી બાદ હવે પાલિકા તંત્ર પણ માની રહ્યું છે કે, કાંસ પર દબાણો કરવામાં આવ્યા છે. જેના કારણે આ સ્થિતી સર્જાઇ છે. લોકો અને ખુદ ભાજપના કોર્પોરેટર દ્વારા આ મામાલે અવાજ ઉઠાવતા હવે...
vadodara   કાંસ પરના દબાણોનો સરવે કરાશે  રાજકીય સર્વાનુમતિથી કાર્યવાહી

VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસીક પૂરની પરિસ્થીતી બાદ હવે પાલિકા તંત્ર પણ માની રહ્યું છે કે, કાંસ પર દબાણો કરવામાં આવ્યા છે. જેના કારણે આ સ્થિતી સર્જાઇ છે. લોકો અને ખુદ ભાજપના કોર્પોરેટર દ્વારા આ મામાલે અવાજ ઉઠાવતા હવે તંત્ર દબાણોનો સરવે કરવાની તૈયારીઓ દર્શાવી રહ્યું છે. સરવે બાદ દબાણો દુર કરવાનો નિર્ણય જો કે, રાજકીય સર્વાનુમતે લેવામાં આવનાર હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉમેરી રહ્યા છે.

Advertisement

કેટલાક આપણે ખોલી શકીએ

પૂર બાદ ગતરોજ પાલિકામાં પહેલી સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપના જ કોર્પોરેટર દ્વારા સત્તાપક્ષના નેતાઓને અણિયારા સવાલો પુછવામાં આવ્યા હતા. જે બાદ વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, પૂરની સ્થિતીમાં શું કરી શકાય જેથી સંકટ ટાળી શકાય ? ખાસ કરીને વિશ્વામિત્રીનું ડાયવર્ઝન, ત્રણ તળાવો વડદલા, હરીપુરા અને ધનોરા પર વિયર બનાવવામાં આવે. જેથી કરીને પાણીનું ડિસ્ચાર્જ આપણે કંટ્રોલ કરી શકીએ. જેવી રીતે આપણે આજવા અને પ્રતાપપુરા ડેમનું કરી શકીએ છીએ. વડોદરાના નેચરલ વોટર બેઝ છે, તેના પર દબાણો થયેલા છે. તે પૈકી કેટલાક આપણે ખોલી શકીએ.

જેણે મંજુરી આપી હોય તેઓ રીટાયર્ડ થઇ ગયા

વધુમાં તેમણે જણાવ્યું છે. અમુક તળાવો પુરી દેવામાં આવ્યા છે. તેને ખોદીને પૂર્વવત કરી દેવાય કે કેમ ! વરસાદી કાંસો ભૂખી કાંસ, રૂપારેલ કાંસ, મસીયા કાંસ તથા અન્ય કાંસો પર દબાણ થયા હોય તો તેનો સરવે કરી તે અંગે રાજકીય આગેવાનોની સર્વાનુમતિથી આગળ શું કાર્યવાહી કરવી તેનું પ્લાનીંગ કરવામાં આવશે. દબાણો એક બે વર્ષઓની નથી. જેણે મંજુરી આપી હોય તેઓ રીટાયર્ડ થઇ ગયા હોય. 25 - 30 વર્ષના ડેવલોપમેન્ટમાં આ સ્થિતી થયેલી છે. તે બાબતે તમામ આગેવાનોએ એકત્ર થઇને સર્વાનુમતીએ કામગીરી કરવામાં આવશે. હાઇવેને સમાંતર કાંસો પર પાઇપો નાંખીને રસ્તા બનાવવામાં આવ્યા છે. તેને ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે. આવનારા સમયમાં લાંબાગાળાના આયોજનો હોવાથી સરવે કરીને દબાણો તોડીને નાગરિકો હેરાન ન થાય અને પાણીનો ફ્લો જળવાઇ રહે તે માટે રાજકીય સર્વાનુમતિથી બનતા કામો કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વહુ પાસેથી લોન અને ગાડીનો ખેલ પાડ્યા બાદ ભૂવાજી સસરાએ માતાજીની બીક બતાવી

Advertisement
Tags :
Advertisement

.