ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : BJP કોર્પોરેટરોનો મેયરને પત્ર, "અમારૂ મૃત્યુ થાય તો સભા મુલતવી રાખવી નહી"

VADODARA : વડોદરા (VADODARA) મહાનગર પાલિકા (VMC - VADODARA) ના મેયરને ઉદ્દેશીને ભાજપના કોર્પોરેટર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં વિષયમાં સ્પષ્ટ જણાવાયું છે કે, અમારૂ મૃત્યુ થાય ત્યારે અમારા માનમાં સભા મુલતવી રાખવી નહી. જેમાં નીચે વોર્ડ નં 15...
08:26 AM Aug 17, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) મહાનગર પાલિકા (VMC - VADODARA) ના મેયરને ઉદ્દેશીને ભાજપના કોર્પોરેટર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં વિષયમાં સ્પષ્ટ જણાવાયું છે કે, અમારૂ મૃત્યુ થાય ત્યારે અમારા માનમાં સભા મુલતવી રાખવી નહી. જેમાં નીચે વોર્ડ નં 15 અને 16 ના મળીને ભાજપના 4 કોર્પોરેટર દ્વારા સહી કરવામાં આવી છે. આ પત્ર સપાટી પર આવતા જ ભાજપના ચૂંટાયેલા બોર્ડની નિતીરિતીથી ભાજપના જ કોર્પોરેટરો વ્યથીત હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.

પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર

તાજેતરમાં વડોદરામાં વહીવટી વોર્ડ નં - 15 ના કોર્પોરેટર આશિષ જોષી, પારૂલબેન પટેલ અને પુનમબેન શાહ તથા વોર્ડ નં - 16 ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ દ્વારા સહી કરેલો એક પત્ર મેયરને મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર, વડોદરા પાલિકાની પ્રણાલિકા અનુસાર, દેશમાં કોઇ મોટી દુર્ઘટના, પૂર્વ પ્રધાનમંત્રીથી લઇને સભાસદ તથા વિશિષ્ઠ વ્યક્તિઓના મૃત્યુ પ્રસંગે માન આપવા માટે મૌન પાડીને સભા મુલતવી રાખવામાં આવે છે. 1, એપ્રીલ - 2024 થી આજદિન સુધી કુલ જેટલી સભા મળી, તેમાંથી 50 ટકા સભા શોકદર્શક ઠરાવના કારણે મુલતવી રાખવામાં આવી છે. પરંતુ આ પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર છે.

મૌન પાળીને સભા ચાલુ રાખી શકાય

વધુમાં પત્રમાં જણાવ્યા અનુસાર, કોર્પોરેટરો તેમના વોર્ડમાં રહેતા નાગરિકોનું જનપ્રતિનિધિત્વ કરે છે. વિસ્તારની સમસ્યાઓને વાચા આપવાનું સ્થાન સામાન્ય સભા છે. જે એક મહિનામાં બે વખત જ મળે છે. જો વારંવાર સભા મુલતવી રહેતી હોય તો, કમિશનરને મોકલેલી દરખાસ્ત પર કામ થતું નથી. સરવાળે નાગરિકોને નુકશાન થાય છે. મૌન પાળીને સભા ચાલુ રાખી શકાય છે. વર્તમાન કોર્પોરેટરોનો સમય પણ મહત્વનો છે. મીટીંગ મુલતવી રહે તો પણ ભથ્થુ આપવામાં આવે છે. અમે ઇચ્છા વ્યક્ત કરીએ છીએ કે, સહી કરનાર કોર્પોરેટરોનું મૃત્યુ થાય તો માનમાં સભા મુલતવી રાખવી નહીં.

અન્ય પદાધિકારીઓને નકલ રવાના

ઉપરોક્ત પત્ર મેયરને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે. અને તેની નકલ ડે.મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ સેક્રેટરીને રવાના કરવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.

આ પણ વાંચો -- VADODARA : મ્યુનિસિપલ કમિશનર અને આગેવાન વચ્ચે ભારે તું તું મેં મેં

Tags :
aboutBJPCorporatordelayLatterMayorMeetingtoVadodaraVMCWrite
Next Article