VADODARA : મગરના ઘર પાસે પાણીની લાઇમાં ભંગાણ, જોખમી રીપેરીંગ કાર્ય શરૂ
VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ને મગર (CROCODILE - VADODARA) પરિવારોનું ઘર માનવામાં આવે છે. આજે મગરના ઘર પાસેથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પણ સુરક્ષાના સાધનો વગર શ્રમિકો જોડે જોખમી રીપેરીંગ કાર્ય શરૂ કરાવવામાં આવ્યું હતું. આ તકે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
સેફ્ટીના સાધનો પહેર્યા વગર મગરના ઘર પાસે જોખમી રીપેરીંગનું કાર્ય
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી ખાસ કરીને મગર તથા અન્ય જળચર જીવો માટેનું ઘર છે. આ વાતની સાબિતી અવાર-નવાર સામે આવતી રહે છે. ત્યારે આજે વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી નજીક આવેલા પાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાનું સામે આવ્યું હતું. આ ભંગાણને શોધવા તથા તેનું રીપેરીંગ કાર્ય કરવા માટે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને લાવવામાં આવ્યા હતા. દરમિયાન તેઓ કોઇ પણ પ્રકારના સેફ્ટીના સાધનો પહેર્યા વગર મગરના ઘર પાસે જોખમી રીપેરીંગનું કાર્ય કરતા નજરે પડ્યા હતા.
લિકેજ શોધવામાં અને શોધ્યા બાદ તેનું રીપેરીંગ કાર્ય કરવામાં સમય લાગે તેમ છે
મીડીયાએ શ્રમિકો જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પાણીની લાઇનમાં લિકેજ હોવાનું પ્રાથમિક રીતે માલુમ પડ્યું છે. તેઓ પાણીનું પ્રેશર ચેક કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. હાલ લિકેજ શોધવાની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ ચોખ્ખું પાણી નદીમાં વહેતું જોઇ શકાતું હતું. આ પરિસ્થીતી જોતા લિકેજ શોધવામાં અને શોધ્યા બાદ તેનું રીપેરીંગ કાર્ય કરવામાં સમય લાગે તેમ છે. ત્યાં સુધી હજારો લિટર પાણી નદીમાં વહી જશે, તેવું હાલ તબક્કે લાગી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાની દબાણ શાખાનું પૂર્વ વિસ્તારમાં મેગા ઓપરેશન