Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : એક જ તરાપમાં શ્વાનનો શિકાર કરી મગર પાણીમાં પરત ફર્યો

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરે (CROCODILE HUNT) આજે સવારે એક જ તરાપમાં શ્વાનનો શિકાર કર્યો હોવાનો વીડિયો હાલ સપાટી પર આવ્યો છે. આ મગરે શ્વાનને મોઢામાં એવી રીતે પકડ્યો કે બચવાનો કોઇ રસ્તો બચ્યો જ...
11:42 AM Jul 22, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરે (CROCODILE HUNT) આજે સવારે એક જ તરાપમાં શ્વાનનો શિકાર કર્યો હોવાનો વીડિયો હાલ સપાટી પર આવ્યો છે. આ મગરે શ્વાનને મોઢામાં એવી રીતે પકડ્યો કે બચવાનો કોઇ રસ્તો બચ્યો જ ન્હતો. આખરે શ્વાનનો શિકાર કરીને મગર પાણીમાં પરત ફર્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ રીતે મગરના શિકારી લાઇવ ઘટના જવલ્લે જ કેમેરામાં કેદ થતી હોય છે.

શ્વાને છટપટીને દમ તોડ્યો

વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં સેંકડો મગર વસવાટ કરે છે. માનવ વસ્તી અને મગરો આટલા નજીકમાં વસવાટ કરતા હોવાની આ એક દુર્લભ ઘટના છે. ત્યારે આજે સવારે મગરના લાઇન શિકારનો એક વીડિયો સપાટી પર આવ્યો છે. આ વીડિયો પ્રતાપગંજ ગણેશનગર ઝુંપડપટ્ટીનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, શ્વાન વિશ્વામિત્રી નદીના કિનારા પાસે છે, અને તેવામાં જ પાણીમાં ધીમો સળવળાટ જોવા મળે છે. શ્વાન કંઇ સમજે તે પહેલા જ મગર એક જોરદાર તરાપ મારે છે, અને શ્વાનને કોળિયો બનાવી દે છે. શ્વાન છટપટીને દમ તોડવા સિવાય કંઇ કરી શકતું નથી.

નદીની હાલત ખરાબ

આ વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, શ્વાનનો શિકાર કર્યા બાદ મગર તેને પાણીમાં ખેંચી જાય છે. આ વીડિયોમાં વિશ્વામિત્રી નદીની હાલત કેટલી ખરાબ છે તે પણ જોવા મળી રહ્યું છે. પાણી કાળા કલરનું દેખાય છે. વડોદરામાં મગરો મોટી સંખ્યામાં રહે છે, પરંતુ આ પ્રકારે લાઇવ શિકારની ઘટના જવલ્લેજ સામે આવતી હોય છે. ત્યારે માણસ કે પાલતુ પ્રાણી મગરના વસવાટ નજીક ન જાય તે માટે તંત્રએ વિશેષ તકેદારી રાખવી જોઇએ તેવી લોકચર્ચા હાલ સામે આવવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ 4 ટ્રસ્ટીઓના નિવેદન લેવાયા

Tags :
comeCrocodileDogHuntLIVEonriversurfaceVadodaraVideoVishwamitri
Next Article