VADODARA : જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું
VADODARA : જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા (WATER RESOURCE MINISTER OF GUJARAT - KUNVARJI BAVALIYA) એ વડોદરા જિલ્લામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કલીયરીંગ, રીસેશનીંગ અને ડીસીલ્ટીંગ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.
કામગીરી અલગ અલગ છ પેકેજમાં હાથ ધરવામાં આવી છે
મંત્રીએ મારેઠા થી પીંગલવાડા સુધી સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીનું નિરીક્ષણ કરી સિંચાઈ વિભાગના અધિકારીઓને આ કામગીરી આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સિંચાઈ વિભાગ દ્વારા મારેઠાથી પીંગલવાડા સુધી વિશ્વામિત્રી નદીની સફાઈ, રીસેશનીંગ અને ડીસીલ્ટીંગ કામગીરી અલગ અલગ છ પેકેજમાં હાથ ધરવામાં આવી છે.
નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે પુરની સ્થિતિ સર્જાઈ હતી
વિશ્વામિત્રી નદી પાવાગઢ થી લઇ વડોદરા શહેરમાંથી પસાર થઇ પીંગલવાડા ઢાઢર નદીને મળે છે. ગત ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેને અનુસંધાને વડોદરા જિલ્લા બહારની વિશ્વામિત્રી નદીનું કલીયરીંગ, રીસેશનીંગ એન્ડ ડીસીલ્ટીંગ કામગીરી સિંચાઇ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
૨૨૨ હેક્ટરમાં ઝાડી ઝાંખરાની સફાઈ કામગીરી પૂર્ણ
સિંચાઈ વિભાગ દ્વારા શહેર બહાર એટલે કે મારેથા થી પિંગલવાડા (૦ થી ૨૫ કિ.મી) સુધીની વિશ્વામિત્રી નદીની સાફ સફાઇ, ડીસીલ્ટીંગ, ડ્રેજીંગ,જંગલકટીંગ અને રીસેકશનીંગ જેવી કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા ૨૨૨ હેક્ટરમાં ઝાડી ઝાંખરાની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કુલ ખોદાણ અને ડિસિલ્ટિંગની કામગીરી ૧૧,૨૦,૦૦૦ ઘનમીટર છે જેમાંથી ૩,૦૪,૦૭૫ ઘનમીટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ પણ વાંચો --- Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠકમાં સરકારે સુરક્ષામાં ચૂક સ્વીકારી, રિજિજુએ કહ્યું - તપાસ કરીશું