Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બદઇરાદા પાર પાડવા દેશી બંદુક સાથે ફરતા તત્વો સામે કાર્યવાહી

VADODARA : વડોદરા જીલ્લાના (VADODARA) વરણામાં પોલીસે (VARNAMA POLICE) દેશી બનાવટના બે અગ્નિશસ્ત્ર સાથે લૂંટના ઇરાદે નીકળેલી ટોળકીનો દિલધડક રીતે પીછો કરીને લૂંટની યોજના વિફલ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે એક કાર સહિત બે દેશી બનાવટના હથિયાર કબજે લીધા...
vadodara   બદઇરાદા પાર પાડવા દેશી બંદુક સાથે ફરતા તત્વો સામે કાર્યવાહી

VADODARA : વડોદરા જીલ્લાના (VADODARA) વરણામાં પોલીસે (VARNAMA POLICE) દેશી બનાવટના બે અગ્નિશસ્ત્ર સાથે લૂંટના ઇરાદે નીકળેલી ટોળકીનો દિલધડક રીતે પીછો કરીને લૂંટની યોજના વિફલ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે એક કાર સહિત બે દેશી બનાવટના હથિયાર કબજે લીધા છે.

Advertisement

મોઢા પરના હાવભાવ બદલાઇ ગયા

સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા ગ્રામ્યના વરણામાં પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો. તે દરમિયાન પસાર થતી એક કાર પર શંકા જતા તેને રોકાવવામાં આવી હતી.કારમાં જોતા તેમાં છ શખ્સો બેઠેલા મળી આવ્યા હતા પોલીસને જોતા જ તેમના મોઢા પરના હાવભાવ બદલાઇ ગયા હતા.

પોલીસે એક વ્યક્તિને દબોચી લીધો

બાદમાં પોલીસે તપાસ માટે તમામને નીચે ઉતારતા જ તેઓ ચાલુ વાહનવ્યવહાર નો લાભ લઈને સ્થળ પરથી ભાગવા ગયા હતા. આ દરમિયાન પોલીસે એક વ્યક્તિને દબોચી લીધો હતો. જ્યારે અન્ય પાંચ આરોપીઓ ભાગી જવામાં સફળ થયા હતા. પોલીસે પકડાયેલા આરોપીની જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો તેમજ દેશી બનાવટની એક માઉઝર ગન મળી આવી હતી.

Advertisement

લૂંટ કરવાના ઇરાદે દેશી હથિયારો સાથે નીકળ્યા

પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેનું નામ શાહરૂખ નજીમ અલી (રહે. કુશલગઢ,જીલ્લો પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ) જણાવ્યું હતું. જ્યારે આરોપી સાથે કારમાં આવેલા મૂળ યુપીના શાહબાઝ ઉર્ફે લંબુ મોઇન, સૂફીયાન ઉર્ફે પોચી મુરાદઅલી,સહરેયાર ઇબ્રાર તેમજ અન્ય ત્રણ શખ્સોની ઓળખ કરી હતી. પકડાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે તેઓ તમામ ભેગા મળીને લૂંટ કરવાના ઇરાદે દેશી હથિયારો સાથે નીકળ્યા હતા.

6 આરોપીઓ વોન્ટેડ જાહેર

પોલીસે UP રજીસ્ટ્રેશન નંબરની કાર, એક દેશી તમંચો,એક દેશી માઉઝર ગન, તમંચાના પાંચ કારતુસ તેમજ માઉઝરના 12 કારતુસ સહિત બે મોબાઈલ ફોન મળીને રૂ. 4.66 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરીને ક્યાં અને કેવી રીતે લૂંટને અંજામ આપવાના હતા. તે દિશામાં તપાસ શરૂ કરી 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

આ પણ વાંચો -- Gondal : હોસ્ટલમાં રહેતા ધો. 12 નાં વિદ્યાર્થીની અચાનક તબિયત લથડી, પછી થયું મોત, અનેક સવાલ

Tags :
Advertisement

.