VADODARA : ઉત્તરાયણ પર્વે સુરક્ષાના ઉપાયો લોકો સુધી પહોંચાડવા પોલીસનો અનોખો પ્રયાસ
VADODARA : ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પૂર્વે વડોદરા પોલીસ (VADODARA CITY POLICE) દ્વારા ખાસ સાવચેતીના પગલાંની માહિતી સામાન્ય જન સુધી પહોંચાડવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં રીક્ષા ફેરવીને તેના પર માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અને વધુમાં વધુ લોકો કાયદાના દાયરામાં રહીને પર્વની ઉજવણી કરે તે માટે તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
પર્વની ઉજવણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવા પ્રયાસો
વડોદરા શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પ્રતિબંધિત દોરા, તુક્કલનું વેચાણ ના થાય તે માટે વર્ષની શરૂઆતથી જ પ્રયત્નો શરૂ કરી દીધા હતા. ત્યાર બાદ જેમ જેમ ઉત્તરાયણ પર્વ નજીક આવતો જાય છે, તેમ તેમ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ, જાહેરનામું, સ્થળ તપાસ, શાંતિ સમિતિની બેઠકોનું તબક્કાવાર રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. અને પર્વની ઉજવણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા સુરક્ષાના ઉપાયો જનજન સુધી પહોંચાડવા માટે વિવિધ વિસ્તારોમાં રીક્ષામાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
સુરક્ષાના સુચનો સાથેના પોસ્ટર લગાડવામાં આવ્યા
એનાઉન્સમેન્ટ થકી ઉત્તરાયણ પર્વમાં સાવચેતીના પગલા વિશેની ટુંક વિગત આપવામાં આવી રહી છે. આ સાથે જ રીક્ષાની ત્રણેય બાજુએ સુરક્ષાના સુચનો સાથેના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. જેને વાંચીને પણ લોકો જાગૃત થઇ રહ્યા છે. સંભવિત રીતે પહેલી વખત આ રીતે ઉત્તરાયણ પર્વ પર પોલીસ લોકોને પોતાની સુરક્ષા માટે જાગૃત કરી રહી છે.
માહિતી જનજનસુધી પહોંચે તે માટે હવે શહેર પોલીસ પ્રયત્નશીલ
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ગતરોજ સાત જેટલા મુદ્દાઓનો આવરી લેતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં મોટા ભાગના મુદ્દાઓ લોકોની સુરક્ષા સાથે જોડાયેલા છે. આ જ માહિતી જનજનસુધી પહોંચે તે માટે હવે શહેર પોલીસ પ્રયત્નશીલ થઇ છે. વડોદરા શહેર પોલીસના આ પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં One Nation, One Election છવાયું