Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : યુનાઇટેડ વે ના આયોજકોએ હિસાબ રજુ કરવો પડશે, કચેરીથી ફરમાન

VADODARA : તાજેતરમાં વડોદરાના જાગૃત મહિલા વકીલ દ્વારા જાણીતા યુનાઇટેડ વે ગરબા સંચાલકો દ્વારા હિસાબી ગડબડ કરવામાં આવતી હોવાના આરોપસર ચેરીટી કમિશનરની કચેરીએ અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી. તે ફરિયાદને ધ્યાને લઇને ચેરીટી કમિશનરની કચેરી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો...
vadodara   યુનાઇટેડ વે ના આયોજકોએ હિસાબ રજુ કરવો પડશે  કચેરીથી ફરમાન

VADODARA : તાજેતરમાં વડોદરાના જાગૃત મહિલા વકીલ દ્વારા જાણીતા યુનાઇટેડ વે ગરબા સંચાલકો દ્વારા હિસાબી ગડબડ કરવામાં આવતી હોવાના આરોપસર ચેરીટી કમિશનરની કચેરીએ અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી. તે ફરિયાદને ધ્યાને લઇને ચેરીટી કમિશનરની કચેરી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. ચેરીટી કમિશનરની કચેરી દ્વારા યુનાઇટેડ વે ના આયોજકોને હિસાબો સાથે હાજર થવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે. આ મામલાની વધુ કાર્યવાહી નવરાત્રી બાદ હાથ ધરાઇ શકે છે, તેવું સુત્રો ઉમેરી રહ્યા છે.

Advertisement

અરજીમાં કોના નામોનો ઉલ્લેખ

વડોદરા (VADODARA) ના જાણીતા ગરબા યુનાઇટેડ વે (UNITED WAY - VADODARA) ના આયોજકો સામે કાર્યવાહીની માંગ કરતી અરજી જાગૃત મહિલા વકીલ નિમિષા બેન ગજ્જર દ્વારા ચેરીટી કમિશનરને કરવામાં આવી હતી. ચેરીટી કમિશનરને કરેલી અરજીમાં યુનાઇટેડ વે ઓફ બરોડા, અમિત ગોરડિયા, શિવિન્દરસિંઘ ચાવડા, રાકેશ અગ્રવાલ, મીનેશ નટુભાઇ પટેલ, પ્રીતીબેન વિમલભાઇ પટેલ, પરેશ સરૈયા, ભરત પટેલ, સમીર આર. પરીખ, પીનાકીન શાહ, હેમંત પી. શાહ, અરવિંદ નારાયણ નોપાણી, શ્રીમતિ હરનીલ કૌર ચાવલા, કુંજલભાઇ લલિતભાઇ પટેલ અને અતુલભાઇ હીરાભાઇ પટેલના નામોનો ઉલ્લેખ હતો. અરજીમાં કરેલા ગંભીર આરોપો સામે ચેરીટી કમિશનરની કચેરી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું હાલ પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. આયોજકોનો હિસાબી વહી લઇને હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. હાલ નવરાત્રી ચાલી રહી હોવાથી આગળની કાર્યવાહી તે બાદ જ થાય તેમ હાલ સુત્રો ઉમેરી રહ્યા છે. આમ, વડોદરાના જાગૃત મહિલા વકીલ દ્વારા જાહેરહિતમાં કરવામાં આવેલી અરજીની મહેનત રંગ લાવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કરોડો રૂપિયાની એન્ટ્રી અન્ય નોન પ્રોફીટ કંપની યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશનમાં જાય છે

અરજીમાં જણાવ્યા અનુસાર, અગાઉ પરચુરણ અરજી તેમના સમક્ષ દાખલ કરવામાં આવી છે. જેમાં બે સંસ્થાઓ સમાંતર નામ ધરાવતી હોવાથી જૈ પૈકીની એક ચેટીરી કમિશનર, વડોદરા ખાતે નોંધાયેલી છે. જ્યારે અન્ય યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશન સેક્શન (8) કંપની તરીકે નોંધવામાં આવી છે. વર્ષોથી ગરબાનું આયોજન કરનાર યુનાઇટેડ વે ઓફ બરોડા ના નામે કરોડો રૂપિયાની એન્ટ્રી અન્ય નોન પ્રોફીટ કંપની યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશનમાં જાય છે. આમ તેમના દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

Advertisement

જીએસટી ચોરી તથા ટ્રસ્ટના એકાઉન્ટ બહાર પાસ વેચી નાણાંકિય ઉચાપતના ષડયંત્રનો આરોપ

અરજીમાં વધુમાં જણાવ્યા અનુસાર, 2500 જેટલા વ્યક્તિઓએ નાણાં ચુકવ્યા બાદ તેમને પાસ મળ્યા નથી તેવી રજુઆત સોશિયલ મીડિયામાં જણાય છે. તે વિશે જીએસટી ચોરી તથા ટ્રસ્ટના એકાઉન્ટ બહાર પાસ વેચી નાણાંકિય ઉચાપતના ષડયંત્રનો આરોપ મુકવામાં આવ્યો છે. જો ગરબાના પાસની કાળા બજારી કરવામાં આવી હોય તો તેની પણ તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

ચાલવાની જગ્યાએ કાંકરા વાગરા હોવાથી લોકોને તકલીફ પડી

વર્ષ 2022 માં કાંકરા વાગવાની ઘટના અનુસંધાને કરેલી અરજી હાલ પેન્ડિંગ છે. તે સિવાય અન્ય બે અરજીઓ પણ પેન્ડિંગ છે. આ વર્ષે પાર્કિગમાં અને અંદર પુષ્કળ કાદવ કીચડ માં ચાલીને જવા માટે ખેલૈયાઓને ફરજ પડી છે. તથા ચાલવાની જગ્યાએ કાંકરા વાગરા હોવાથી લોકોને તકલીફ પડી રહી છે. ટ્રસ્ટના કસ્ટોડિયન તરીકે તાત્કાલીક દરમિયાનગીરી કરીને ગરબા ગ્રાઉન્ડની સ્થળ સ્થિતીનો અહેવાલ મંગાવી ટ્રસ્ટીઓ પાસેથી ખુલાસો માંગવા રજુઆતનો અરજીમાં ઉલ્લેખ છે.

Advertisement

બે સમાંતર સંસ્થાઓ એક કાર્યક્રમમાં દર્શાવીને મોટી ઘૂંચવણ ઉપસ્થિત કરવામાં આવેલી છે

વધુમાં અરજીમાં જણાવ્યા અનુસાર, ગરબા ગ્રાઉન્ડ પર યુનાઇટેડ વે ઓફ વડોદરા ડિસ્પ્લે થાય છે. જ્યારે ઇનામ વિતરણ યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. તેમના દ્વારા બે સમાંતર સંસ્થાઓ એક કાર્યક્રમમાં દર્શાવીને મોટી ઘૂંચવણ ઉપસ્થિત કરવામાં આવેલી છે. જેની નોંખ લઇ તપાસ કરવા માટે તથા કસુરવારો સામે પગલાં ભરવા માટે રજુઆત કરવામાં આવી છે. સાથે જ બાકીના નોરતાના ગરબા ચેરીટી કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવે અને નાણાંકિય વ્યવહારો પણ તેમના નિયંત્રણમાં રાખવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

વહીવટ ચેરીટી કમિશનર હસ્તગત લઇ લેવામાં આવે

આ સાથે જ યુનાઇટેડ વે સામેની પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ થાય, અને જ્યાં સુધી કોઇ નિર્ણય ના થાય ત્યાં સુધી વહીવટ ચેરીટી કમિશનર હસ્તગત લઇ લેવામાં આવે તેવો રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- Bharuch: વડોદરા અને સુરતવાળી ના થાય તે માટે પોલીસ પેટ્રોલીંગ વધારવા મંદિરના મહંતોની માંગ

Tags :
Advertisement

.