VADODARA : ઉંડેરામાં વરસાદ બાદની સ્થિતી ખરાબ, વાહનો ફસાયા
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા ઉંડેરા ગામમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઇ જવાના કારણે ભારે સમસ્યા સર્જાઇ છે. આજે સવારે ઉંડેરાના રસ્તાઓ પર વાહન ખાડામાં ખૂંપી ગયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ સ્થાનિકો દ્વારા જેસીબી બોલાવીને રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે રોડ-રસ્તા બનાવવામાં થયેલી ગોબાચારી લોકો સમક્ષ ખુલ્લી પડી જવા પામી હતી.
અનેક વિસ્તોરમાંથી પાણી ઓસર્યા
વડોદરામાં ગતરોજ દિવસ દરમિયાન અવિરત પણે વરસાદે બેટીંગ કરી હતી. જેને કારણે શહેરના અનેક વિસ્તોરમાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાના બીજા દિવસે અનેક વિસ્તોરમાંથી પાણી ઓસર્યા છે. અને કેટલીક જગ્યાએ સ્થિતીમાં સુધારો આવતા સમય લાગી શકે તેમ છે. તેવામાં ગતરોજ શહેરના ગોરવા પાસેના ઉંડેરા ગામમાં ભારે વરસાદને પગલે તળાવ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ હતી. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.
વાહન ખોટકાયા
તો બીજી તરફ આજે ઉંડેરામાં અનેક જગ્યાઓ પર વરસાદના પાણી ઓસર્યા બાદ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કેટલીક જગ્યાઓ પર વાહન ખોટકાયા હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં જેસીબી મારફતે વાહન હટાવીને રસ્તો ખુલ્લો કરવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. આ ઘટનાને પગલે રસ્તાના કામમાં થયેલી ગોબાચારી લોકો સમક્ષ ખુલ્લી પડી જવા પામી છે.
બુલંદ અવાજ ઉઠાવ્યો
લોકોની મુશ્કેલીઓ અંગે જાણ થતા જ યુથ કોંગ્રેસના અગ્રણીઓ દોડી આવ્યા હતા. અને તાત્કાલીક ખાડાઓ પુરવા તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો. હજી અનેક વિસ્તારોમાં પાણી છે. આવનાર સમયમાં આ પ્રકારની મુશ્કેલી અન્ય જગ્યાએ પણ જોવા મળે તો નવાઇ નહી.
આ પણ વાંચો -- VADODARA : ધસમસતા પાણીના પ્રવાહમાંથી દર્દીઓને દોરડાના સહારે બચાવાયા