VADODARA : પોલીસને ગેરમાર્ગે દોરતા ચિક્કાર નશામાં ધૂત બે શખ્સ ઝબ્બે
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલી (SAVLI) ના ગોઠડામાં રહેતા બે શખ્સો દ્વારા ચિક્કાર નશાની હાલતમાં પોલીસ મથકમાં ફોન કરવામાં આવ્યો. અને જણાવ્યું કે, ચૌહાણ વગામાં હિન્દુ મુસ્લીમ માણસોનું ટોળું ભેગું થયેલું છે. અને ઝઘડો થાય છે. જેથી તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ પરથી સ્થિતીનું વર્ણન પ્રમાણે કશું બન્યું ન્હતું, પરંતુ બે શખ્સો ચિક્કાર નશાની હાલતમાં મળી આવ્યા હતા. બંનેની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઝઘડો થાય તેવું વાતાવરણ છે
વડોદરા સહિત દેશભરમાં તહેવારોનો માહોલ છે. ત્યારે તહેવારોની રંગેચંગે ઉજવણી કરવાની સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. તેવામાં વડોદરા પાસેના સાવલીના ચોહાણ વગામાં હિન્દુ મુસ્લિમ માણસોનું ટોળુ ભેગું થયેલું છે. અને ઝઘડો થાય તેવું વાતાવરણ છે, પબ્લિક વધારે ભેગી થયેલી છે, તેવી વર્ધી પોલીસ મથકને મળતા જ સ્ટાફ તાત્કાલી ઘટના સ્થળે દોડી ગયો હતો.
તહેવારોમાં ગામનું વાતાવરણ બગડે તેવું કૃત્ય
જો કે, સ્થળ પર જઇને જોતા કલ્પેશભાઇ ઉર્ફે રૂપેશ લાલાભાઇ પરમાર અને સલીમભાઇ ઠાકોરભાઇ ચૌહાણ (બંને રહે. ચોહાણ વગો, ગોઠડા, સાવલી - વડોદરા) ચિક્કાર નશાની હાલતમાં મળી આવ્યા હતા. બંને દ્વારા પોલીસને ગેરમાગ્રે દોરવા તથા ગણેશોત્સવ અને ઇદે મિલાદના તહેવારોમાં ગામનું વાતાવરણ બગડે તેવું કૃત્ય કરતા બંનેની અટકાયત કરી લેવામાં આવી છે. અને બંને સામે સાવલી પોલીસ મથકમાં ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : તસ્કરો દુકાનમાંથી ચણીયા ચોળી અને ડ્રેસ મટીરીયલ સાફ કરી ગયા, વેપારીને મોટો ફટકો