VADODARA : હોળી-ધૂળેટી પર્વ પર વાહન અકસ્માતમાં ઇજાના 73 દર્દીઓ નોંધાયા
VADODARA : વડોદરામાં હોલીકા દહનની રાત્રે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જો કે, વડોદરામાં આ હોળી-ધૂળેેટી ભારે રહી હોય તેમ લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરામાં આવેલી સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ દ્વારા તહેવારના બે દિવસોમાં અકસ્માતમાં ઇજાગ્રસ્તો વિશે માહિતી આપી હતી. જે રોડ સેફ્ટીની વાતો સામેની હકીકતો સમજવા માટે પુરતી છે. (HOLI - DHULETI DAYS ACCIDENT CASE NOTED - SSG HOSPITAL, VADODARA)
ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલા પ્રયાસો માત્ર સારા દાવા
તાજેતરમાં વડોદરા સહિત દેશભરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી પૂર્ણ થઇ છે. તે સમય દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો માત્ર સારા દાવા સમાન હાલ લાગી રહ્યા છે. વડોદરામાં હિટ એન્ડ રન, અને વાહન અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને નાથવા માટે પોલીસ શું કરે છે તે જોવું રહ્યું.
બે દિવસ દરમિયાન રોડ અકસ્માતમાં ત્રણના મોત
એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડો. કવિતા ભંડારીએ મીડિયાને જણાવ્યું કે, હોળી - ધૂળેટીના બે દિવસના તહેવારના દરમિયાન એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં કુલ રોડ ટ્રાફીક એક્સીડન્ટના 73 જેટલા દર્દીઓ આવ્યા હતા. જેઓની સારવાર કરવામાં આવી હતી. તથા 18 લોકોને પોલીસ દ્વારા પ્રોહીબીશનના કેસ માટેના ટેસ્ટીંગ માટે લઇને આવી હતી. અને બે દિવસ દરમિયાન રોડ અકસ્માતમાં ત્રણના મૃત્યું થયું હોવાનું નોંધાયું છે.
પોલીસે વાહન ચેકીંગ ડ્રાઇવ તેજ કરી
તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા વાહન ચેકીંગ ડ્રાઇવ તેજ કરી દેવામાં આવી છે. વિતેલા 24 કલાકમાં 1,222 વાહનો ચેક કરવામાં આવ્યા છે. જેમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 23 કેસો, શંકાસ્પદ નંબર વાળા વાહન ચેક - 50, વાહન ડિટેઇન - 75, જીપી એક્ટ 135 પ્રમાણે કાર્યવાહી થયેલા વાહનો - 4, પીધેલા - 3 અને પ્રોહીબીશન - 1 વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અખબારી યાદીમાં સામે આવવા પામ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી એક દિવસના રિમાન્ડ પર