Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તિરંગા યાત્રાને લઇ તંત્રએ કમર કસી

VADODARA : વડોદરા (VADODARA) માં 15 ઓગષ્ટ પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ અંગે આજે વડોદરા પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાથમિક રીતે તિરંગા યાત્રાને વધુમાં વધુ...
vadodara   તિરંગા યાત્રાને લઇ તંત્રએ કમર કસી

VADODARA : વડોદરા (VADODARA) માં 15 ઓગષ્ટ પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ અંગે આજે વડોદરા પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાથમિક રીતે તિરંગા યાત્રાને વધુમાં વધુ લોકો સુધી લઇ જવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં સરકાર તરફથી કાર્યક્રમ આપ્યા બાદ વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવશે, તેમાં ફુલપ્રુફ ચર્ચા-વિચારણા કરવામાં આવનાર હોવાનું પાલિકા સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

વધુ એક બેઠક મળશે

વડોદરામાં આ વર્ષે 15 ઓગષ્ટ પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને સફળતા પૂર્વક પાર પાડવા માટે આજે પ્રાથમિક બેઠક પાલિકાની કચેરીએ મળી હતી. જેમાં આયોજના વિવિધ પાસાઓને લઇને ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આવનાર સમયમાં વધુ એક બેઠક મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાથમિક બેઠક મળી

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જણાવે છે કે, 15 ઓગષ્ટ પહેલા શહેરમાં તિરંગા યાત્રા થવાની છે. તેની માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા કેવી રીતે કરવું, કેટલું ક્રાઉડ હશે, તેની માટેની આ બેઠક હતી. તેમાં પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, પાલિકાના ચેરમેન સહિતના પાલિકાના અધિકારીઓ વચ્ચેની આ પ્રાથમિક બેઠક હતી. તિરંગા યાત્રાનો રૂટ, આયોજન, તિરંગાનું વિતરણ, લોકો વધુ જોડાય તે માટેની બેઠક હતી, તેમાં પ્રાથમિક તમામ ચર્ચાઓ કરવામાં આવી છે. ફરીથી આવી વધુ એક બેઠક યોજવામાં આવશે, જેમાં ફુલપ્રુફ આયોજન કરવામાં આવશે, સરકારમાંથી વિગતો આવ્યા બાદ તે બેઠકનું આયોજન વિસ્તૃત કરવામાં આવશે.

Advertisement

વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ

વધુમાં તેમણે જણાવ્યું કે, લોકોને જોડવા માટે મીડિયા, સોશિયલ મીડિયા, કાઉન્સિલર, શાળાઓ, વિવિધ સંસ્થાઓ, એસોસિયેશન, તમામને આમંત્રિત કરવાના છીએ. તેમની જોડે પણ મીટિંગ કરવામાં આવશે. તે રીતે અમે તિરંગા યાત્રાને લોકો સુધી લઇ જવા ઇચ્છીએ છીએ.

આ પણ વાંચો -- VADODARA : સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણાંમાંથી રૂ. 53.34 કરોડ રીફંડ

Advertisement

Tags :
Advertisement

.