Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જહાંગીરપુરીમાં નિકળી ભાઇચારાની ત્રિરંગા યાત્રા, બંને સમાજના સેંકડો લોકો જોડાયા, જુઓ વિડીયો

આજે દિલ્હીના જહાંગીરપુરીમાં એ જ કુશાલ ચોકથી તિરંગા યાત્રા નીકળી હતી જ્યાં 16 એપ્રિલે હિંસા થઈ હતી. જો કે આજના દ્રશ્યો કંઇક અલગ જ હતા. આજે જહાંગીરપુરીમાં ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો લોકોમાં ધાર્મિક નફરત ભરવાનું કામ કરનારા લોકો માટે જડબાતોડ જવાબ હતો. જહાંગીરપુરીમાં શાંતિ માટે સ્થાનિક લોકો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા લગભગ અઢી કિલોમીટર ફરી હતી. હàª
જહાંગીરપુરીમાં નિકળી ભાઇચારાની ત્રિરંગા યાત્રા  બંને સમાજના સેંકડો લોકો જોડાયા  જુઓ વિડીયો
આજે દિલ્હીના જહાંગીરપુરીમાં એ જ કુશાલ ચોકથી તિરંગા યાત્રા નીકળી હતી જ્યાં 16 એપ્રિલે હિંસા થઈ હતી. જો કે આજના દ્રશ્યો કંઇક અલગ જ હતા. આજે જહાંગીરપુરીમાં ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો લોકોમાં ધાર્મિક નફરત ભરવાનું કામ કરનારા લોકો માટે જડબાતોડ જવાબ હતો. જહાંગીરપુરીમાં શાંતિ માટે સ્થાનિક લોકો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા લગભગ અઢી કિલોમીટર ફરી હતી.
Advertisement

હનુમાન જયંતિ પર દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસાએ આખા દેશને વ્યથિત કર્યો હતો. જાણે કે દેશની રાજધાની જાણે કોઈની નજર લાગી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જેના એક અઠવાડિયા બાદ જહાંગીરપુરીમાંથી આજે જે તસવીરો સામે આવી છે તેણે દેશમાં ફરી વખત પરસ્પર પ્રેમ અને એકતાની ભાવના મજબૂત કરી છે. જહાંગીરપુરીમાં હિંસા બાદ બંને સમુદાયના લોકોએ ભાઈચારો જાળવી રાખવા માટે ત્રિરંગા યાત્રા કાઢી હતી. આ યાત્રામાં બંને સમાજના સેંકડો લોકો જોડાયા હતા. આ યાત્રાને પોલીસ પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
જહાંગીરપુરી કે જ્યાં એક અઠવાડિયા પહેલા પથ્થરમારાની તસવીરો વાયરલ થઈ રહી હતી, આજે તેના આકાશમાં માત્ર ત્રિરંગો જ દેખાતો હતો. ના હિંદુ, ના મુસ્લિમ કે ના કોઇ ધાર્મિક ભેદભાવ. માત્ર હિન્દુસ્તાનીઓ અને દરેક હાથમાં ત્રિરંગો જોવા મળ્યો હતો. ત્રિરંગા યાત્રા કુશલ ચોકથી શરૂ થઈ હતી. ત્યારબાદ તે સી બ્લોકમાંથી પસાર થતી સાંકડી શેરીઓમાંથી પસાર થઈ હતી. સ્થાનિક લોકોએ ત્રિરંગા યાત્રાનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. ઘરોની બહાર હાથમાં ત્રિરંગો લઈને ઉભેલા લોકો પણ જોવા મળ્યા. સી બ્લોક બાદ તિરંગા યાત્રા બીસી માર્કેટ થઈ કુશલ ચોક પહોંચી હતી. જે બાદ ત્રિરંગા યાત્રા જી બ્લોક તરફ ગઈ અને કુશલ ચોક પાસે પરત ફરી હતી. 

કડક સુરક્ષા વ્યવસ્થા
ત્રિરંગા યાત્રામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અર્ધલશ્કરી દળો, સુરક્ષા દળો અને દિલ્હી પોલીસ ખડેપગે હતી. હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો કુશાલ ચોક પહોંચ્યા અને અહીંથી 6:00 વાગ્યે ત્રિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં સામેલ લોકો પર ફૂલોની વર્ષા કરવામાં આવી છે. લોકો યાત્રામાં સામેલ લોકો પર ફૂલોની વર્ષા કરવા માટે રસ્તાની બાજુમાં ઉભા હતા. 
Advertisement
Tags :
Advertisement

.