VADODARA : હેલ્મેટ-લાયસન્સ વગર ફરતા ચાલકો દંડ માટે તૈયાર રહેજો
VADODARA : વડોદરા (VADODARA) માં વાહન ચાલકોના હિતાર્થે ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા લોકજાગૃતિની સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છતાં હેલ્મેટ માટે લોકોનો જોઇએ તેવો સહકાર મળી રહ્યો નથી. આ સાથે કેટલાક કિસ્સાઓમાં લોકો લાયસન્સ જેવી મહત્વનો પુરાવો પણ વાહન ચલાવતી વખતે પોતાની જોડે રાખતા નથી. તેવા કિસ્સાઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. ટ્રાફિક એસીપીનું કહેવું છે કે, અમે મેમા કે દંડ આપવા નથી માંગતા.અમે તમારા જીવનનું મુલ્ય તમને સમજાવવા માંગીએ છીએ. હેલ્મેટ નહીં પહેરવાના કારણે થતી ગંભીર ઇજાઓ, મોતના કિસ્સાઓમાં પરિવારની કેવી હાલત થાય છે, તે અમે સમજાવવા માંગીએ છીએ.
જીવ અને જવાબદારીનું ભાન કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ
દેશભરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ લોકોનો જોઇએ તેવો સહકાર પોલીસને મળતો નથી. અને લોકો બેજવાબદાર વર્તન કરી રહ્યા છે. ત્યારે લોકોને પોતાના જીવ અને પોતાની જવાબદારીનું ભાન કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ પણ ફટકારવામાં આવે છે. ટ્રાફિક એસીપીએ પણ લોકોને સુરક્ષાના ઉપાયો અજમાવવા માટે અપીલ કરી છે.
ત્રણ મહિનાથી 100 થી વધુ શાળાઓમાં પ્રાથમિક અવેરનેસના કાર્યક્રમો કર્યા
વડોદરા ટ્રાફિક પોલીસના એસીપી દત્તાત્રેય વ્યાસએ મીડિયાને જણાવ્યું કે, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસમાં શરૂઆતમાં અમે રૂ. 1 લાખથી વધુનો દંડ કર્યો છે. 150 થી વધુના મેમા આપ્યા છે. હું લોકોને કહેવા માંગુ છું કે, અમે મેમા કે દંડ આપવા નથી માંગતા.અમે તમારા જીવનનું મુલ્ય તમને સમજાવવા માંગીએ છીએ. હેલ્મેટ નહીં પહેરવાના કારણે થતી ગંભીર ઇજાઓ, મોતના કિસ્સાઓમાં પરિવારની કેવી હાલત થાય છે, તે અમે સમજાવવા માંગીએ છીએ. આ પ્રકારના કિસ્સાઓ તમારી નજીકમાં બન્યા જ હશે. લોકો દંડ કે પોલીસથી ડરવાની જગ્યાએ તમારી ચિંતા કરો. હેલમેટ અનિવાર્ય છે, અને ગુણવત્તા ધરાવતું પહેરવું જોઇએ. અમે લોકજાગૃૃતિ કરીએ છીએ, અને જરૂર પડ્યે દંડનીય કાર્યવાહી કરીએ છીએ. વિતેલા ત્રણ મહિનાથી 100 થી વધુ શાળાઓમાં પ્રાથમિક અવેરનેસના કાર્યક્રમો કર્યા છે. બાળકોને તથા તેમના માતા-પિતા તથા વડીલોનો હેલ્મેટ પહેરવા-પહેરાવવા માટે જાગૃત કરવા માંગીએ છીએ.
આ પણ વાંચો -- VADODARA : બોલવાના હોશ ગુમાવી ચૂકેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો