Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તસ્કરો દુકાનમાંથી ચણીયા ચોળી અને ડ્રેસ મટીરીયલ સાફ કરી ગયા, વેપારીને મોટો ફટકો

VADODARA : વડોદરા (VADODARA) ના વેપારીઓ પૂરનો માર વેઠ્યા બાદ હવે તહેવારોમાં સારી આવક થશે તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે હવે વેપારીઓની કમર તોડવા માટે તસ્કરો મેદાને આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના પ્રોડક્ટીવીટી રોડ પર આવેલા સુઇ...
vadodara   તસ્કરો દુકાનમાંથી ચણીયા ચોળી અને ડ્રેસ મટીરીયલ સાફ કરી ગયા  વેપારીને મોટો ફટકો

VADODARA : વડોદરા (VADODARA) ના વેપારીઓ પૂરનો માર વેઠ્યા બાદ હવે તહેવારોમાં સારી આવક થશે તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે હવે વેપારીઓની કમર તોડવા માટે તસ્કરો મેદાને આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના પ્રોડક્ટીવીટી રોડ પર આવેલા સુઇ ધાગા - 2 નામની કપડાની દુકાનમાંથી તસ્કરો ચણીયા ચોળી અને ડ્રેસ મટીરીયલ તથા રોકડ સાફ કરી ગયા છે. જેમાં વેપારીને મોટું નુકશાન પહોંચ્યું છે. આ મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી છે. અને મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

તસ્કરોએ મોડી રાત્રે પ્રવેશ કરીને હાથફેરો કર્યો

વડોદરાવાસીઓ ઐતિહાસીક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યા છે. ત્યારે આગામી તહેવારોમાં વેપારીઓને સારો ધંધો થાય તેવી આશા છે. પરંતુ આ આશા રાત્રીના સમયે કાયદો અને વ્યવસ્થા ન જળવાવવાના કારણે ઠગારી નિવડી રહી છે. વડોદરાના અકોટા પ્રોડક્ટીવીટી રોડ પર આવેલા સુઇ ધાગા નામની કપડાંની દુકાનમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. આ દુકાનમાં તસ્કરોએ મોડી રાત્રે પ્રવેશ કરીને ચણીયા ચોળી, ડ્રેસ મટીરીયલ તથા રોકડ પર હાથફેરો કર્યો છે.

Advertisement

તસ્કર મોઢું ઢંકાય તેવા વસ્ત્ર પહેરીને હાથમાં છત્રી રાખીને દુકાનમાં પ્રવેશે છે

આ હાથફેરામાં તસ્કરો 300 જેટલા ડ્રેસ મટીરીયલ ઉઠાવી ગયા છે. જેની પ્રતિ મટીરીયલ કિંમત રૂ. 3 હજાર જેટલી આંકવામાં આવી રહી છે. આ ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે. જેમાં એક તસ્કર મોઢું ઢંકાય તેવા વસ્ત્ર પહેરીને હાથમાં છત્રી રાખીને દુકાનમાં પ્રવેશે છે. તેના મોઢામાં બેટરી રાખી છે. જેના પ્રકાશે તે એક પછી એક બેરેક ખાલી કરીને તેમાંથી ડ્રેસ એક મોટી કોથળીમાં ભરી રહ્યો છે. સીસીટીવીમાં જોવા મળ્યા અનુસાર, દુકાનમાં બે તસ્કરોએ હાથફેરો કર્યો છે. જો કે, મોડે મોડે આ મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : શ્રી કૃષ્ણ રેસ્ટોરેન્ટની છોલે ચાટમાંથી નિકળી જીવતી ઇયળ

Tags :
Advertisement

.