Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તાજ ગાર્ડન રેસ્ટોરેન્ટના સુપમાંથી જીવડું નીકળતા ગ્રાહક નિરાશ

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરેન્ટ (TAJ GARDEN RESTAURANT - GORWA, VADODARA) માં જમવા ગયેલા ગ્રાહકે ઓર્ડર કરતા સુપ પીરસવામાં આવ્યો હતો. દરમિયાન સુપ પીવા જતા ગ્રાહકને તેમાં કંઇક અજુગતું જોવા મળ્યું હતું. વધારે નજીકથી...
vadodara   તાજ ગાર્ડન રેસ્ટોરેન્ટના સુપમાંથી જીવડું નીકળતા ગ્રાહક નિરાશ

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરેન્ટ (TAJ GARDEN RESTAURANT - GORWA, VADODARA) માં જમવા ગયેલા ગ્રાહકે ઓર્ડર કરતા સુપ પીરસવામાં આવ્યો હતો. દરમિયાન સુપ પીવા જતા ગ્રાહકને તેમાં કંઇક અજુગતું જોવા મળ્યું હતું. વધારે નજીકથી જોતા સુપમાંથી મૃત જીવડું મળી આવ્યું હતું. જેને પગલે ગ્રાહકે નિરાશ થવાનો વારો આવ્યો હતો. હાલ આ રેસ્ટોરેન્ટના નામ સાથેનો વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં (SOCIAL MEDIA CIRCLE - VIRAL VIDEO) ભારે વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પાલિકાની ટીમ કોઇ એક્શન લે છે કે નહિં તે જોવું રહ્યું.

Advertisement

ગોરવા વિસ્તારમાં આવેલા તાજ ગાર્ડન રેસ્ટોરેન્ટનો વીડિયો વાયરલ

વડોદરા સહિત રાજ્યભરમાં જાણીતી અને મોંધા ભાવે વસ્તુઓ વેચતી રેસ્ટોરેન્ટ્સમાં ગ્રાહકોને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવડા, ઘરોળી તથા અન્ય જીવાત નિકળવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. આ ઘટનાઓ સામે આવ્યા બાદ જે તે વિભાગની ટીમો દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે, છતાંય આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા તાજ ગાર્ડન રેસ્ટોરેન્ટના સુપમાંથી મૃત જીવડું નિકળતા ગ્રાહકે નિરાશ થવાનો વારો આવ્યો છે.

Advertisement

જમવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ

આ ઘટના બાદ ગ્રાહકે વીડિયોમાં રેસ્ટોરેન્ટનું નામ, અને વિસ્તાર લખીને સોશિયલ મીડિયામાં ભારે વાયરલ કર્યો છે. હવે દિવાળીના તહેવારો નજીક છે. ત્યારે પરિવારો બહાર જમવાનું વધારે પસંદ કરે છે. તેવામાં આ પ્રકારની ઘટના સપાટી પર આવવી રેસ્ટોરેન્ટ્સના જમવામાં ખાસ ધ્યાન રાખવા તરફ ઇશારો કરે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોનું કહેવું છે કે, રેસ્ટોરેન્ટ્સ સોશિયલ મીડિયા થકી તેમના પ્રચાર પર જે ખર્ચ કરી રહી છે, તેની જગ્યાએ જમવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. તો આ પ્રકારની ઘટનાઓ આસાનીથી ટાળી શકાય તેમ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : VMC ના કોન્ટ્રાક્ટરે ટ્રોલી જોખમી રીતે ઉભી રાખતા એમ્બ્યુલન્સ ભટકાઇ

Tags :
Advertisement

.