Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્વાગત કાર્યક્રમ થકી લોક પ્રશ્નોના નિકાલમાં વડોદરાનો અગ્રતા ક્રમ

VADODARA : ફરિયાદો સીધી મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં અને ફરિયાદોના ત્વરિત નિરાકરણ દ્વારા લોકો અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા
vadodara   સ્વાગત કાર્યક્રમ થકી લોક પ્રશ્નોના નિકાલમાં વડોદરાનો અગ્રતા ક્રમ
Advertisement

VADODARA : લોકપ્રશ્નોના નિરાકરણ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA BHAI MODI) એ આરંભેલા મહાયજ્ઞના આજે નાગરિકોને મીઠા ફળ મળી રહ્યા છે. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટેના ‘સ્વાગત’ કાર્યક્રમ થકી લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો મળી રહ્યા છે, તો કોઈના પડતર પ્રશ્નનું સ્થળ પર જ સકારાત્મક સમાધાન મળી રહ્યું છે. જે અંતર્ગત વડોદરાના તાલુકા અને જિલ્લા (VADODARA DISTRICT) સ્વાગત થકી જન સામાન્યની સમસ્યાઓનો નિકાલ કરીને પારદર્શિતા સ્થાપવામાં રાજ્યમાં શ્રેષ્ઠ ટોચના જિલ્લાઓમાં રહીને સફળતા મેળવી રહ્યું છે.

શ્રેષ્ઠત્તમ કામગીરી થકી સુશાસનનો સતત પરિચય કરાવ્યો

જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું કે, સ્વાગત કાર્યક્રમ થકી નિષ્ઠાપૂર્વક સુશાસન સ્થાપવામાં વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૨૪ માં તાલુકા સ્વાગતમાં ૮૮૮ લોકપ્રશ્નો હલ કરીને જીવનને સરળ બનાવવામાં વડોદરા જિલ્લાએ તાલુકા સ્વાગતમાં ફેબ્રુઆરી, માર્ચ અને જૂન મહિનામાં રાજ્યભરમાં પ્રથમ જ્યારે જુલાઈ, સપ્ટેબર અને ઓક્ટોબર માસમાં રાજ્યભરમાં બીજા ક્રમાંકે આવીને શ્રેષ્ઠત્તમ કામગીરી થકી સુશાસનનો સતત પરિચય કરાવ્યો છે.

Advertisement

ટોચ પર રહેવાનું ગૌરવ મેળવ્યું

બીજી તરફ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ચાલુ વર્ષ દરમિયાન કુલ ૨૪૧ જનસમસ્યાઓની અરજીઓ મળી હતી. જેનો નિશ્ચિત સમય મર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવીને રાજ્યભરમાં વડોદરાએ જૂન અને સપ્ટેબર માસમાં બીજા ક્રમાંકે, જાન્યુઆરી, જુલાઈ અને ઓક્ટોબરમાં ત્રીજા ક્રમાંકે અને ફેબ્રુઆરીમાં ચોથા ક્રમાંકે આવવાનું ગૌરવ મેળવ્યું છે. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત લોકોના વણઉકેલ્યા પ્રશ્નો સાંભળીને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને ઝડપથી અને સમય મર્યાદામાં નિરાકરણ આવે સુનિશ્ચિત કરવામાં આવે છે.

Advertisement

લોકો અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી

મહત્વનું છે કે, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે ઓનલાઇન ગ્રિવાન્સ એપ્લિકેશન સિસ્ટમ કાર્યરત છે. આ કાર્યક્રમ સામાન્ય માણસને તેમની ફરિયાદો સીધી મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં અને ફરિયાદોના ત્વરિત નિરાકરણ દ્વારા લોકો અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નાગરિકોને જિલ્લા કક્ષાએ પોતાની રજૂઆત કરવામાં કોઈ અગવડ ન પડે તેવી કાર્યપદ્ધતિ વિકસાવવામાં આવી છે.

રજૂઆતો કચેરીમાં ઘેર બેઠા ઓનલાઈન પણ કરી શકે

સુશાસનની આ પહેલ અંતર્ગત જિલ્લાસ્તરીય સ્વાગત કાર્યક્રમ હેઠળ નાગરિકો પોતાની રજૂઆતો કચેરીમાં રૂબરૂ સંપર્ક કરીને રજૂ કરવાના બદલે ઈન્‍ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘેર બેઠા ઓનલાઈન પણ કરી શકે છે.

આ પણ વાંચો -- VADODARA : કમાટીબાગની જોય ટ્રેન શરૂ, 5 મહિનાની આતુરતાનો અંત

Tags :
Advertisement

.

×