Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સુલતાનપુરામાં એક રાતમાં ત્રણ મકાનોના તાળા તુટ્યા

VADODARA : વડોદરા (VADODARA) ના ચાર દરવાજા વિસ્તારમાં ઘડિયાળીપોળમાં આવેલા સુલતાનપુરામાં એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તુટતા તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગે છે. તસ્કરો સોનાનું મંગળસુત્ર તથા રોકડ લઇને ફરાર થયા હોવાનું હાલ તબક્કે જાણવા મળી...
vadodara   સુલતાનપુરામાં એક રાતમાં ત્રણ મકાનોના તાળા તુટ્યા

VADODARA : વડોદરા (VADODARA) ના ચાર દરવાજા વિસ્તારમાં ઘડિયાળીપોળમાં આવેલા સુલતાનપુરામાં એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તુટતા તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગે છે. તસ્કરો સોનાનું મંગળસુત્ર તથા રોકડ લઇને ફરાર થયા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. ખીચોખીચ ગણાતા સુલતાનપુરા વિસ્તારમાં પોલીસનું જરૂરી પેટ્રોલીંગ થતું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ તસ્કરો સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

Advertisement

બે વર્ષ પહેલા પાંચ લાખના દાગીના ગયા હતા

સમગ્ર મામલે સ્થાનિક અગ્રણી વિરાજ ભટ્ટ જણાવે છે કે, વડોદરાના ચોરો પોલીસને ઓપન ચેલેન્જ આપી રહ્યા છે. અગાઉ કોઇ વ્યક્તિને ખંજર બતાવ્યાની ઘટના સામે આવી હતી. ત્રણ-ચાર દિવસથી સુલતાનપુરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ચોરીની ઘટનાની જાણ થતા જ પોલીસ આવી હતી. અને વિગતો મેળવીને પરત જતી રહી હતી. પહેલા રાત્રીના સમયે પેટ્રોલીંગ થતું હતું. તે બંધ કરી દેવામાં આવ્યું છે. સુલતાનપુરા ભરચક વિસ્તાર છે. બે વર્ષ પહેલા પાંચ લાખના દાગીના ગયા હતા. આજે પોણાબે તોલાનું મંગલસુત્ર ચોરાયું છે. ત્રણ તાળા તુટ્યા છે. તાળા પણ ચોર નાંખીને ગયા છે. પોલીસ કંઇ કરવાની નથી. પહેલા રૂ. 5 લાખની ચોરી મામલે કેસ થયો હતો. પરંતુ હજીસુધી કંઇ થયું નથી.

છેલ્લા પાંચ વર્ષમાં જ અમે ચોરી જોઇ

અન્ય સ્થાનિક જણાવે છે કે, પેટ્રોલીંગ ગલીમાં કોઇ કરવા આવતું નથી. એટલે તાળા તુટે જ ને. પોણા બે તોલાનું મંગળસુત્ર ચોરાયું છે. બીજું કંઇ ગયું નથી. સાથે જ પોલીસ વાળાઓ દ્વારા સોનીની દુકાનો પુરતુ જ પેટ્રોલીંગ કરતા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે. પહેલા રાત્રે અમે બેઠા હોઇએ તો પોલીસવાળા આવતા હતા. અને અમે બેઠા હોઇએ તો પુછતા હતા. હવે કોઇ નથી આવતું. છેલ્લા પાંચ વર્ષમાં જ અમે ચોરી જોઇ છે. તે પહેલા ચોરીની ઘટના બની નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કાર બાબતે થયેલી બબાલમાં જાહેરમાં દંડાવાળી

Advertisement
Tags :
Advertisement

.