Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ST ડેપોનું પાર્કિંગ પૂરમાં સ્વિમીંગ પુલ બન્યું હતું, અસંખ્ય વાહનોને નુકશાન

VADODARA : વડોદરા (VADODARA) ના પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા એસ ટી ડેપોના પે એન્ડ પાર્કમાં મુકેલા 1 હજારથી વધુ વાહનોને નુકશાન પહોંચ્યું છે. પૂરના પાણી ભરાઇ જતા આખુંય પાર્કિંગ સ્વિમીંગ પુલ જેવું તરબતર થઇ ગયું હતું. પૂરના પાણી ઓસરતા...
vadodara   st ડેપોનું પાર્કિંગ પૂરમાં સ્વિમીંગ પુલ બન્યું હતું  અસંખ્ય વાહનોને નુકશાન

VADODARA : વડોદરા (VADODARA) ના પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા એસ ટી ડેપોના પે એન્ડ પાર્કમાં મુકેલા 1 હજારથી વધુ વાહનોને નુકશાન પહોંચ્યું છે. પૂરના પાણી ભરાઇ જતા આખુંય પાર્કિંગ સ્વિમીંગ પુલ જેવું તરબતર થઇ ગયું હતું. પૂરના પાણી ઓસરતા હવે લોકો પોતાના વાહનો લેવા આવી રહ્યા છે. તો બીજી તરફ પૂરના પાણી ઉલેચવા માટે મેનેજમેન્ટ દ્વારા પંપ મુક્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

સ્વિમીંગ પુલ જેવું ભાસતું હતું

વડોદરામાં પીપીપી મોડલથી વિદેશી સ્ટાઇલનું બસ ડેપો ડેવલોપ કરવામાં આવ્યું હતું. ડેપો ડેવલોપ કરવાનું પીપીપી મોડલ સફળ રહ્યું હોવાનો દાવો કરીને અન્ય ડેપોનું પણ તે તર્જ પર બાંધકામ કરવામાં થયું છે. વડોદરાના એસટી ડેપોનું અંડરગ્રાઉન્ડ પે એન્ડ પાર્ક પૂરના પાણીમાં ભારે બેહાલ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પૂરના પાણી એન્ટ્રી અને એક્ઝીટથી ભરાઇ જવાના કારણે પાર્કિંગ છલોછલ થઇ ગયું હતું. અને સ્વિમીંગ પુલ જેવું ભાસતું હતું.

Advertisement

પાણી ઉલેચવા માટે પંપ મુકાયા

જો કે હવે શહેરભરમાંથી પૂરના પાણી ઓસરી ગયા છે. ત્યારે પાર્કિંગની સ્થિતી પણ સામાન્ય કરવા માટે તેમાં ભરાયેલા પાણી કાઢવા માટે પંપ મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પાર્કિંગમાં કાર-ટુવ્હીલર મળીને એક હજાર જેટલા વાહનોને નાનુ-મોટું નુકશાન પહોંચવા પામ્યું છે. જેને લઇને પૂરની સ્થિતીનો માર ભોગવી ચુકેલા લોકોની મુશ્કેલીઓ ઓર વધશે તે નક્કી છે.

Advertisement

પૈસા શું કામ આપવાના !

ડેપોમાં પે એન્ડ પાર્કિંગની સુવિધા છે. લોકો પૈસા આપીને તેમના વાહનો પાર્ક કરે છે. જેથી લોકોના વાહનો ડુબતા બચાવવા પાસે ડેપો મેનેજમેન્ટ પાસે કોઇ ઉપાય હોવો જોઇએ. આ પ્રકારે પૈસા આપીને વાહનો પાર્ક કર્યા બાદ પણ જો તેમણે જ નુકશાન ભોગવવાનું હોય તો, પૈસા શું કામ આપવાના ! આ પ્રકારના અનેક સવાલો નુકશાની ભોગવતા લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : સ્થાનિક નેતાઓ બાદ હવે શિક્ષણ મંત્રી પૂર પીડિતના રોષનો ભોગ બન્યા

Tags :
Advertisement

.