VADODARA : "કરંટ લાગે છે", પોસ્ટર મારેલુ SSG હોસ્પિટલનુ વોટર કુલર ચર્ચામાં
VADODARA : વડોદરા (VADODARA) માં આવેલી મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં મુકવામાં આવેલુ વોટર કુલર હાલ ભારે ચર્ચામાં છે. વોટર કુલર પર પોસ્ટર માલવામાં આવ્યું છે કે, કરંટ લાગે છે, અડકવું નહીં. જો કે, આ કુલર ચાલુ હાલતમાં છે. અને દર્દીઓના પરિજનો અહિંયાથી પાણી ભરીને લઇ જઇ રહ્યા છે. અને તેમને કોઇ કરંટ લાગ્યો ન હોવાનું તેમણે જણાવ્યું છે. જો તેમ હોય તે પછી આ પોસ્ટરનું લખાણ કેમ ચોંટાડવામાં આવ્યું છે, તેવા પ્રકારના અનેક સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.
આશ્ચર્ય પમાડે તેવું લખાણ
વડોદરામાં આવેલી મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં અનેક રાજ્યોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. આ દર્દીઓના સગાંને ઠંડુ પાણી મળી રહે તે માટે મિનરલ વોટર કુલર મુકવામાં આવ્યા છે. તે પૈકી બાળ રોગ વિભાગનાં વોર્ડ નં - 16 માં મુકેલા કુલર પર આશ્ચર્ય પમાડે તેવું લખાણ લખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કુલર પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, કરંટ લાગે છે, અડકવું નહીં. જો કે, તેમાંથી કેટલાક દર્દીઓના સગા પાણી ભરતા નજરે પડ્યા હતા.
હાલ તબક્કે કરંટ લાગતો નથી
આ બાદ જાગૃત નાગરિકે પાણી લઇ જતા પૈકી એક શખ્સને પોસ્ટર અંગે પુછ્યું તો તેમણે જણાવ્યું કે, હું ભણેલો નથી, અને મને વાંચતા આવડતું નથી. મારે પાણીની જરૂરીયાત હતી, તો મે કુલરના નળમાંથી ભરી લીધું છે. મને કોઇ કરંટ લાગ્યો નથી. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, કુલરમાં હાલ તબક્કે કરંટ લાગતો નથી. તો પછી લોકોના મનમાં સવાલ થાય કે, આવું લખાણ અહિંયા કેમ લખવામાં આવ્યું હશે !
પોસ્ટરનું લખાણ કેમ ચોંટાડવામાં આવ્યું
સરકારી હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ દુર દુરથી સારવાર લેવા માટે આવે ત્યાં કુલરમાં કરંટ લાગવાનું જોખમ હોય તો તેને બંધ કરી લેવું જોઇએ. પરંતુ સ્થિતી વિપરીત જોવા મળી હતી. કરંટ લાગતો ન્હતો, છતાં તેના પર તે અંગેનું લખાણ લખ્યું હતું. આ પોસ્ટરનું લખાણ કેમ ચોંટાડવામાં આવ્યું છે, તેવા પ્રકારના અનેક સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : વિજ થાંભલા પાસે કરંટ લાગતા પશુએ દમ તોડ્યો