ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીઓને નર્યો રઝળપાટ, વ્યવસ્થાનો અભાવ

VADODARA : વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં ચાલતી લાલીયાવાડી ખુલ્લી પાડતી ઘટના સામે આવી છે. આજે સવારે રાજ્ય બહારથી આવેલા દર્દીને એક કેસબારીએથી અન્ય ધક્કા ખવડાવવામાં આવતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આખરે અવ્યવસ્થાથી ત્રસ્ત...
05:37 PM Oct 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં ચાલતી લાલીયાવાડી ખુલ્લી પાડતી ઘટના સામે આવી છે. આજે સવારે રાજ્ય બહારથી આવેલા દર્દીને એક કેસબારીએથી અન્ય ધક્કા ખવડાવવામાં આવતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આખરે અવ્યવસ્થાથી ત્રસ્ત દર્દીએ પોતાનો અવાજ ઉઠાવતા કહ્યું હતું કે, મારી સાથે અન્ય પણ વાટ જોઇ રહ્યા છે. હું કહેવા માંગું છું કે, જેને જે કોઇ જવાબદારી સોંપવામાં આવી હોય તેનું પાલન કરવું જોઇએ.

એક બારીએથી બીજી બારીએ ધક્કો ખવડાવવામાં આવ્યો

મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. અહિંયા વડોદરા જ નહિં પરંતુ અન્ય રાજ્યોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. હોસ્પિટલની જેટલી અસરકારક સારવાર છે, તેટલું જ ખરાબ મેનેજમેન્ટ છે. અને આ વાત ભાગ્યે જ કોઇનાથી છુપી હશે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રાજ્ય બહારથી આવેલા દર્દીઓને એક બારીએથી બીજી બારીએ ધક્કો ખવડાવવામાં આવતા હોવાની ઘટના સપાટી પર આવી છે. આ મામલો સપાટી પર આવતા હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

મોટા સાહેબ આવશે, તે જોઇ આપશે

રઝળપાટનો ભોગ બનેલા દર્દીએ જણાવ્યું કે, હું એક કલાકથી બેઠો છું. 19 નંબર લખીને આપ્યું છે. પહેલા હું અહિંયા આવ્યો ત્યારે મેડમે મને ઇશારો કરીને બોલાવ્યો હતો. ત્યાં ગયો તો મને બાજુમાં મોકલ્યો હતો. બાજુમાં ગયો તો ફરી મને અહિંયા મોકલ્યો છે. તેમણે કહ્યું કે, અહિંયા નહીં થાય તમે ત્યાં (19 નંબર) જતા રહો. અહિંયા કોઇ જવાબદારી પૂર્વક વર્તી નથી રહ્યું, ત્યાર બાદ હું એક કલાકથી અહિંયા વાટ જોઉં છું. એક ડોક્ટરે કહ્યું કે, મોટા સાહેબ આવશે, તે જોઇ આપશે. હું આશા લઇને આવ્યો છું કે, મારી સમસ્યા દુર થાય. કલાકોથી વાટ જોઇ રહ્યો છું. મારી સાથે અન્ય પણ વાટ જોઇ રહ્યા છે. હું કહેવા માંગું છું કે, જેને જે કોઇ જવાબદારી સોંપવામાં આવી હોય તેનું પાલન કરવું જોઇએ. બસ આટલું જ જોઇએ છે.

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી નદીમાં મગર મહિલાને ખેંચી ગયો, મૃતદેહનું રેસ્ક્યૂ

Tags :
FacingHospitalmismanagementpatientProblemssgVadodara
Next Article