Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SSG હોસ્પિટલમાં ડોક્ટરનું "સેટીંગ" ખુલ્લુ પાડતો વીડિયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) માં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ, એસ.એસ.જી. હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં કેટલાક તબીબો દ્વારા નિયત કરેલા વેપારીને ત્યાંથી દર્દીની સારવાર માટેના સાધનો લેવા જણાવાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ થવા પામ્યો છે....
vadodara   ssg હોસ્પિટલમાં ડોક્ટરનું  સેટીંગ  ખુલ્લુ પાડતો વીડિયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) માં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ, એસ.એસ.જી. હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં કેટલાક તબીબો દ્વારા નિયત કરેલા વેપારીને ત્યાંથી દર્દીની સારવાર માટેના સાધનો લેવા જણાવાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ થવા પામ્યો છે. વીડિયોમાં નાણાં લેતા હોવાનું સપાટી પર આવતા અનેક લોકોની વચ્ચે અનેક ચર્ચાઓએ સ્થાન લીધું છે. જો કે, આ મામલે હોસ્પિટલના અધિક્ષક દ્વારા જણાવાયું કે, કોઇ અમારા સુધી આ અંગેની ફરિયાદ કરશે, તો અમે કડક પગલાં લઇશું. હજી સુધી આ મામલે કોઇ ફરિયાદ કરવા આગળ નહીં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

તબીબ દ્વારા નિયત વેપારીને ત્યાંથી મંગાવવામાં આવ્યા

શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ, એસ.એસ.જી.હોસ્પિટલ આવેલી છે. અહિંયા શહેર-જિલ્લા ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. અહીં ઓપરેશન સહિતના તમામ પ્રકારના નિદાન માટે સાધનો દવાઓ તથા સારવાર કેટલાક કેસોને બાદ કરતાં નિ:શુલ્ક અથવા તો અત્યંત નજીવા દરે કરવામાં આવે છે. જો કે, હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે, તેવામાં વધુ એક વિડિયો હાલમાં સોશિયલ મિડિયા પર વાયરલ થવા પામ્યો છે. જેમાં દર્દીની સારવાર માટે બહારથી સાધન ખરીદવા માટે તબીબ દ્વારા નિયત વેપારીને ત્યાંથી મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અને તે બિલની ચૂકવણી દર્દીના સગાએ રોકડથી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના કારણે ફરી એકવાર આ હોસ્પિટલ વિવાદમાં આવી છે.

Advertisement

રોકડથી ચૂકવણી થતાં તબિબ છટકી ગયા

તબીબ દ્વારા નિયત વેપારીને ત્યાંથી સારવાર માટે ના સાધન ચાર સેટ જેમાં એકની કિંમત રૂ. 6 હજાર લેખે રૂ. 24 હજાર તથા પાંચ ટકા ટેક્સ સાથેનુ બીલ જોવા મળી રહ્યું છે. અને રોકડથી ચૂકવણી થતાં વિડિયો જોઈ તબીબ ત્યાંથી બચીને છટકી રહ્યાનું વાયરલ વિડિયોમાં જોવા મળી રહ્યું છે.

મને જાણ કરો, જરૂર પગલાં લઇશુ

આ મામલે એસએસજી હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયરે જણાવ્યું કે, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ના મેડિકલ વિંગ હેઠળ આવતી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં મોટા ભાગે સારવાર ફ્રી આપવામાં આવે છે. કેટલાક કેસોને બાદ કરતાં તથા એવા કેસોમાં પણ સિનિયર સિટિઝન્સ, એઇડ્સ કે એચ આઇ વીના દર્દીઓ, પીએમજેવાય હેઠળના કાર્ડધારકો, ફૌજી તથા રિટાયર્ડ ફૌજી ની તમામ સારવાર નિશુલ્ક કરવામાં આવે છે સીટી સ્કેન, કેન્સર જેવા દર્દીઓ માટે પણ સરકારે સુવિધા ઉપલબ્ધ કરાવી છે તથા પિડિયાટ્રિક સારવાર માટે પણ કેટલાક સાધનો માટે એમ ઓ યુ કરવામાં આવ્યા છે. પરંતુ જો કોઈ તબીબ કોઇ દર્દીને ફલાણા ચોક્કસ વેપારી પાસેથી સાધનો કે દવા મંગાવે કે ખરીદે તો તેઓ મને જાણ કરે તેમાં જરૂર પગલાં લઇશુ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરોની ટીમના દરોડા, સીરપ-ટેબલેટ્સનો જથ્થો જપ્ત

Tags :
Advertisement

.