VADODARA : "નિપુણ ભારત મિશન" ના કાર્યક્રમમાં 80 શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાયા
VADODARA : રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત "નિપુણ ભારત મિશન અંતર્ગત" વર્ષ ૨૦૨૪ - ૨૫નો રાજ્ય કક્ષાનો ત્રિદિવસીય વાર્તા કથન અને વાર્તા નિર્માણ કાર્યક્રમ ડાયેટ,વડોદરા યોજાયો હતો.આ કાર્ય શાળામાં રાજ્યભરમાંથી પસંદ થયેલા ૮૦ જેટલા વિધાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. (NIPUN BHARAT MISSION, 80 TEACHER - STUDENT JOINED - VADODARA)
તજજ્ઞો દ્વારા વાર્તા કથન અને નિર્માણ કાર્યક્રમ સંદર્ભે ઓરિએન્ટેશન
આ પ્રસંગે રાજ્યકક્ષાના સ્ટેટ વાર્તા કાર્યક્રમ કો-ઓર્ડીનેટર શ્રીમતી વૈશાલીબેન ચાવડા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એમ. આર. પાંડે, ડાયટ પ્રાચાર્યશ્રી દીપકભાઈ બાવિસ્કર, ફેકલ્ટી ઓફ સાયન્સ એમએસયુના ડો.એચ. આર .કાતરીયા,નિવૃત્ત પ્રોફેસ રમણીભાઈ પટેલ તેમજ મૂલ્યાંકન ટીમની હાજરીમાં કાર્યક્રમનો સમુહ ધ્યાન પ્રાર્થનાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તજજ્ઞો દ્વારા વાર્તા કથન અને નિર્માણ કાર્યક્રમ સંદર્ભે ઓરિએન્ટેશન કરવામાં આવ્યું હતું.
ટીમોનું નિર્ણાયક દ્વારા અલગ અલગ રૂમોમાં વિભાજન
કો-ઓર્ડીનેટર શ્રીમતી વૈશાલીબેન ચાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. આર .પાંડે દ્વારા રાજ્યના તમામ બાળકો અને શિક્ષકોનો આવકાર કરી વાર્તા કથન અને નિર્માણનું મહત્વ સમજાવ્યુ હતું. વાર્તા કથન અને નિર્માણની બંને ટીમોને નિર્ણાયક દ્વારા અલગ અલગ રૂમોમાં વિભાજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમાજને આગળ લાવવા માટે વાર્તાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
ઇનામ સ્વરૂપે સર્ટિફિકેટ શીલ્ડ અને ગિફ્ટ દ્વારા પ્રોત્સાહિત
આ ત્રિદિવસીય કાર્યક્રમમાં રાજ્યના પાંચ ઝોનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક સમાન ઇનામ સ્વરૂપે સર્ટિફિકેટ શીલ્ડ અને ગિફ્ટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ડાયટ વડોદરાના લેક્ચર ડૉ.વી.કે .યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.
વાર્તાનું સ્થાન હવે મોબાઇલે લીધું છે
જીવનમાં વાર્તા શાસ્ત્રોનું અનેરું મહત્વ છે.આપણા ઘરના ઘરડા દાદા દાદીમા રાતે સુતા પહેલા આપણને એક વાર્તા અવશ્ય કહેતા હતા. એ પરંપરા સાંપ્રત હવે વિસરાઇ રહી છે અને મોબાઇલ તેનું સ્થાન મોબાઇલે લીધું છે, ત્યારે જીવનમાં વાર્તાનું મૂલ્ય, વાર્તા આપણને શું શીખવે છે તેમજ વાર્તા લેખન માટે એના વિષયની પસંદગી તેમજ બાળક પોતાની કક્ષાનુસાર કાલીગલી ભાષામાં જે લખે છે અને એ વાર્તાનો ઉદ્દેશ શું છે તેની આગવી છાપ આ કાર્યશાળામાં ઊભી થઈ હતી.
આ પણ વાંચો --- VADODARA : 11 માસના બાળકને મળી માતા-પિતાની 'હૂંફ'