Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ફતેગંજ બ્રિજ નીચે કારમાંથી રૂ. 12.40 લાખના MD ડ્રગ્સ સાથે બે ઝબ્બે

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં ફરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG - VADODARA) ની ટીમને સફળતા સાંભળી છે. ફતેગંજ બ્રિજ નીચેથી કારમાંથી એસઓજીએ રૂ. 12.40 લાખના 124.09 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે પેડલરોને ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ કાર અને બે...
vadodara   ફતેગંજ બ્રિજ નીચે કારમાંથી રૂ  12 40 લાખના md ડ્રગ્સ સાથે બે ઝબ્બે

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં ફરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG - VADODARA) ની ટીમને સફળતા સાંભળી છે. ફતેગંજ બ્રિજ નીચેથી કારમાંથી એસઓજીએ રૂ. 12.40 લાખના 124.09 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે પેડલરોને ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ કાર અને બે મોબાઈલ સહિતના કુલ મળીને રૂ. 15.57 લાખનો મુદ્દામાલ કબજે કરી મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.

Advertisement

હેડ કોસ્ટેબલને ચોક્કસ માહિતી મળી

તાજેતરમાં વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા તાજેતરમાં જ મચ્છી પીઠ વિસ્તારમાંથી રીઢા આરોપીની પત્ની સહિત ત્રણને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે ફરી એસઓજીની ટીમે એનડીપીએસની સફળ રેડ કરી છે. જે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, હેડ કોસ્ટેબલને ચોક્કસ માહિતી મળી હતી કે, ફતેગંજ સદર બજારમાં રહેતો જીતેન્દ્ર અમૃતલાલ ખમાર (રહે. મહેસાણા) તથા તેનો મિત્ર અસલમ મિયા રસુલ મિયા સૈયદ (રહે.મહેસાણા) ડ્રગ્સનો જથ્થો લઈને એક કારમાં ફતેગંજ બ્રિજ નીચે પાર્કિંગમાં બેઠા છે. જેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એસડી રાડતા સહિતની ટીમે ફતેગંજ બ્રિજ પાસે બાતમી મુજબની કાર શોધી કાઢી તેમાં તપાસ કરી હતી.

મુંબઇથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા

કારમાંથી બે શખ્સો મળી આવ્યા હતા. તેમની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીમાં રૂ.12.40 લાખના 124.09 ગ્રામ ડ્રગ્સ, કાર, બે મોબાઈલ તથા રોકડ રકમ મળી રૂ. 15.57 લાખના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. બંને પેડલરોની પૂછપરછ કરતાં તેઓ મુંબઈના ડ્રગ્સ પેડલર પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું જણાયું હતું.

Advertisement

એફએસએલ દ્વારા ચકાસણી કરાઇ

ફતેગંજ ખાતે કારમાંથી નશીલો પદાર્થ ઝડપાયો હતો. જેથી આ કયા પ્રકારનું ડ્રગ્સ છે, તેની ખાતરી કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી હતી. એફએસએલની ટીમે તુરંત સ્થળ પર દોડી આવી ચકાસણી કરી હતી ત્યારે આ નસીલો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું માલુમ પડ્યું હતું.

આ પણ વાંચો -- VADODARA : દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા જ આરોપીને દબોચી લેવાયો

Advertisement

Tags :
Advertisement

.