Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સસ્તા મોબાઇલ રીચાર્જના નામે ઠગાઇની માયાજાળ

VADODARA : શાતીર મગરના ગઠિયાઓએ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીના નામે પણ ઠગવાનું શરૂ કર્યું છે. જેમાં ભેજાબાજો સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સોશિયલ એકાઉન્ટ બનાવીને સસ્તા રીચાર્જની લાલચ આપીને લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનો કીમિયો અપનાવતા હોય છે. વડોદરા (VADODARA)...
vadodara   સસ્તા મોબાઇલ રીચાર્જના નામે ઠગાઇની માયાજાળ

VADODARA : શાતીર મગરના ગઠિયાઓએ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીના નામે પણ ઠગવાનું શરૂ કર્યું છે. જેમાં ભેજાબાજો સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સોશિયલ એકાઉન્ટ બનાવીને સસ્તા રીચાર્જની લાલચ આપીને લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનો કીમિયો અપનાવતા હોય છે. વડોદરા (VADODARA) ના સાયબર એક્સપર્ટ (CYBER EXPERT) મયુર ભુસાવળકર (MAYUR BHUSAVALKAR - VADODARA) દ્વારા આ પ્રકારે વાયરલ થઇ રહેલી લિંકનું ફેક્ટ ચેક કરીને સત્ય શોધી કાઢ્યું છે.

Advertisement

નકલી ઓફર આપી બેવકુફ બનાવી રહ્યા છે

તાજેતરમાં ખાનગી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની દ્વારા મોબાઈલ ટેરિફ પ્લાનમાં વધારો સૂચવવામાં આવ્યો હતો. તે બાબતનો ફાયદો લેવા અને યૂઝર્સના બેંક એકાઉન્ટ ખાલીખમ કરવાના આશયથી સાઈબર ફ્રોડ ધ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નકલી સોશિયલ એકાઉન્ટ બનાવીને સસ્તા રીચાર્જની લાલચ લોકોને આપવામાં આવી રહી છે. નકલી સોશિયલ એકાઉન્ટ દ્વારા સાઈબર માફિયાઓ પ્રિપેઈડ યૂઝર્સને ઓફર આપી બેવકુફ બનાવી રહ્યા છે.

સર્ચબાર અને મેનુબાર શોભાના ગાંઠીયા છે

જેમાં યૂઝર્સને માત્ર 399 રૂપિયામાં એક વર્ષ માટે રીચાર્જ કરો અને સાથે મેળવો 1 વર્ષ માટે રોજનું 2 જીબી ડેટા કનેક્શન અને અમર્યાદિત ફોન કોલ્સ ઓફર કરી રહ્યા છે. જે પ્લાન અંદાજીત 2999 રૂપીયાનો છે તે પ્લાન 399 રુપિયામાં ઓફર કરાઈ રહ્યો છે. ત્યારે સાઇબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા ધ્વારા આ ઓફરનું એક ઈન્ડિપેન્ડન્ટ ફેક્ટ ચેક કરતા ઘણી એવી બાબતો સામે આવી હતી. તેઓ દ્વારા વેબસાઈટનું 360 ડિગ્રી માઈક્રો એનાલિસિસ કરાયું હતું ત્યારે એવી બાબત સામે આવી કે આ એક મોબાઈલ રીચાર્જ નામનું ફિશિંગ પેજ છે. જેમાં અનેક મોબાઈલ ઓપરેટરના નામનો પણ પ્રીપેઈડ મોબાઈલ રીચાર્જના નામે ઉલ્લેખ કરાયો છે. તેમજ વેબસાઈટમાં આપવામાં આવેલા સર્ચબાર અને મેનુબાર શોભાના ગાંઠીયા છે, તેના પર ટેપ કરવાથી કોઈપણ પ્રકારની પ્રતિક્રીયા થતી નથી.

Advertisement

કોઈપણ પ્રકારનું વેલીડેશન ઉપલબ્ધ નથી

વધુમાં જાણવા મળ્યું કે, મોબાઈલ રીચાર્જના નામે જે વેબસાઈટ સૂચિત કરાઈ છે. તેનું ડોમેઈન નામ આરસીસીટી એક્સટી ડોટ એક્સ વાય ઝેડ જે ચાલુ મહિને ગત 13 ઓગષ્ટના રોજ એક વર્ષ માટે ક્લાઉડફેર સર્વર પર રજીસ્ટર કરાયુ હતું, બીજી ખાસ અને અગત્યની બાબત એ છે કે જયારે કોઈ યૂઝર્સ આ વેબસાઈટ પર મોબાઈલ રીચાર્જ માટે નંબર દાખલ કરે તો ત્યાં કોઈપણ પ્રકારનું વેલીડેશન ઉપલબ્ધ નથી. એનો અર્થ એ થયો કે કોઈપણ 10 ડિજિટનો નંબર સ્વીકારવામાં આવી રહ્યો છે.

સાઇબર ફ્રોડ થાય તો 1930 પર કોન્ટેક્ટ કરો

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું કે, મોબાઇલ રિચાર્ચની સોશિયલ મીડિયા પર આવતી ઓફરોથી દુર રહેવું જોઇએ, જો કોઇ જાહેરાતમાં રસ પડે તો પહેલા તેમની માન્યપ્રાપ્ત સંસ્થામાં પહેલા ચેક કર્યા બાદ તેને અનુસરવુ જોઇએ અને સ્કિમ પર તૂટી પડવું નહી, જો કોઇ સાઇબર ફ્રોડ થાય તો 1930 પર કોન્ટેક્ટ કરવા અપીલ કરાઇ હતી. સાઇબર માફિયા દ્વારા ઓનલાઇન મુકાયેલી લિંકનું કોઇ વેલિડેશન નથી હોતુ. જેથી તમે કોઇ પણ નંબર નાખો એટલે એક્સેપ્ટ કરી લેતો હોય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : બેંક લોનની મોટી રકમ સગેવગે, જવાબ માંગતા મળી ધમકી

Tags :
Advertisement

.