VADODARA : જડબામાં શિકાર લઇને જતો મગર સોશિયલ મીડિયામાં છવાયો
VADODARA : હાલ વડોદરા (VADODARA) માં પૂરની સ્થિતી છે. ત્યારે વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળ (SOCIAL MEDIA CIRCLE) માં એક વીડિયો ભારે વાયરલ (VIDEO VIRAL) થઇ રહ્યો છે. જેમાં એક મગર જડબામાં શિકારને લઇને દિવાલ ઓળંગીને જઇ રહ્યો છે. આ વીડિયોમાં બે-ત્રણ વ્યક્તિઓને નિર્દોષ સંવાદ પણ સાંભળવા મળે છે. જેમાં તેઓ પ્રથમ વખત મહાકાય મગરને નજરે જોઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ વીડિયો કયા વિસ્તારનો છે તે હાલ તબક્કે જાણવા મળ્યું નથી. મગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભય પ્રસર્યો હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
લોકો ઘરમાં પાણી સાથે વિજળી, પીવાનું પાણી અને ભોજનથી વંચિત
વિશ્વમાં એવા જુજ શહેરો છે જ્યાં મગર અને માનવ વસ્તી નજીક-નજીકમાં વસવાટ કરે છે, તે પૈકી એક વડોદરા છે. વડોદરામાં ખાસ કરીને ચોમાસાની રૂતુમાં માનવ વસવાટ નજીક મગરો નિકળે છે. હાલ વડોદરા પૂરની પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે. અને અનેક વિસ્તારોનો લોકો ઘરમાં પાણી સાથે વિજળી, પીવાનું પાણી અને ભોજનથી વંચિત છે. તમામને મદદ પહોંચાડવા માટે સરકાર અને સ્થાનિક તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે. દરમિયાન વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં મગરનો એક વીડિયો વાયરલ થવા પામ્યો છે.
અરે તારી લાઇફનો ફર્સ્ટ મગર છે
આ વાયરલ વીડિયામાં જોવા મળ્યા અનુસાર પાણી ભરાયેલી જગ્યાએ મગર પોતાના જડબામાં શિકાર લઇને દિવાલ ઓળંગી રહ્યો છે. દિવાલની એક તરફથી સરકીને અન્યત્રે જઇ રહ્યો છે. આ ઘટના સમયે નજીકમાં બે-ત્રણ લોકો છે. જે આ મહાકાય મગરને જોઇને આશ્ચર્ય અનુભવે છે. વીડિયોમાં સાંભળવા મળતા સંવાદમાં જાણવા મળ્યું કે, એટલો મોટો મગર છે, જલ્દી...જલ્દી, તગડો માલ પકડીને બેઠો છે, અરે તારી લાઇફનો ફર્સ્ટ મગર છે ને મારી લાઇફનો પણ.
આ પણ વાંચો -- VADODARA : આગામી 24 કલાકમાં પરિસ્થિતી કાબુમાં આવશે, એક્શન પ્લાન તૈયાર - ઋષિકેશ પટેલ