Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : SMC ના દરોડામાં વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત

VADODARA : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા બાતમીના આધારે મંજુસર ગામની સીમમાં આવેલા ખાનગી કોમ્પલેક્ષના પાર્કિંગમાં દરોડા પાડવામાં આવ્યા
vadodara   smc ના દરોડામાં વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા મંજુસર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં વિદેશી દારૂના જંગી જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્તચ કાર્યવાહીમાં વિદેશી દારૂ સહિત રૂ. 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. (STATE MONITORING CELL RAID - MANJUSAR, VADODARA DISTRICT)

કોમ્પલેક્ષના પાર્કિંગમાં દરોડા પાડવામાં આવ્યા

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરા શહેર-જિલ્લામાં વિદેશી દારૂ અને જુગાર પર અગાઉ અનેક વખત કાર્યવાહી કરી છે. જેને પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. આ સિલસિલો વધુ એક વખત સામે આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા બાતમીના આધારે મંજુસર ગામની સીમમાં આવેલા ખાનગી કોમ્પલેક્ષના પાર્કિંગમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં એક ટ્રક મળી આવી હતી. ટ્રકમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂની પેટીઓ નજરે પડી હતી.

Advertisement

બેની ધરપકડ, ચાર વોન્ટેડ

આ કાર્યવાહીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને રૂ. 44 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ સાથે એક ટ્રક, મોબાઇલ અને રોકડ રકમ મળીને કુલ રૂ. 65.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં શુકલાલ દીપલાલજી ડાંગી (ઉંમર- 32, રહે. ઓડવરિયા ગામ, તા- માવલી, જિલ્લો- ઉદયપુર, રાજસ્થાન), દોલતરામ હરીરામ ડાંગી (ઉંમર- 43, રેસડ ઓડવરિયા ગામ, તા- માવલી, જિલ્લો- ઉદયપુર, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે શૈલેષસિંહ (રહે. ગોવા, મુખ્ય આરોપી કે જે જાથો મોકલનાર), શૈલેષસિંહનો માણસ કે જે ભાગીદાર છે. તખ્તસિંહ કે જેઓ ટ્રક માલિક (કુરાબાદ તા- ભીંદર, જિલ્લો- ઉદયપુર રાજસ્થાન), સાથે આ જથ્થો મંગાવનાર સાથે મળીને કુલ ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતી મહિલા પણ સુરક્ષિત નથી

Tags :
Advertisement

.

×