Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વરસતા વરસાદે રોડનું કારપેટીંગ જારી, તંત્રની "સ્માર્ટનેસ" વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) પાલિકાની સ્માર્ટનેસ ખુલ્લી પાડતો વીડિયો સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA VIRAL VIDEO) ભારે વાયરલ થવા પામ્યો છે. વડોદરામાં વરસતા વરસાદ વચ્ચે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ-રસ્તા પરનું કારપેટીંગ કરવા માટે ડામર પાથરીને તેના પર રોલર ફેરવવામાં આવતું હોવાનું...
vadodara   વરસતા વરસાદે રોડનું કારપેટીંગ જારી  તંત્રની  સ્માર્ટનેસ  વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) પાલિકાની સ્માર્ટનેસ ખુલ્લી પાડતો વીડિયો સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA VIRAL VIDEO) ભારે વાયરલ થવા પામ્યો છે. વડોદરામાં વરસતા વરસાદ વચ્ચે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ-રસ્તા પરનું કારપેટીંગ કરવા માટે ડામર પાથરીને તેના પર રોલર ફેરવવામાં આવતું હોવાનું વાયરલ વીડિયોમાં સામે આવ્યું છે. વરસતા વરસાદમાં આ પ્રકારની કામગીરી ક્યારે પણ ટકાઉ હોતી નથી. આ પ્રકારે પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ કેટલો યોગ્ય કહેવાય તે હવે કૌ કોઇએ વિચારવાનું છે. આ અગાઉ પણ શહેરના સંગમ ચાર રસ્તા વિસ્તારમાં ચાલુ વરસાદે રોડ પરના ખાડા પુરવામાં આવ્યા હતા.

Advertisement

એક કિસ્સો અગાઉ પણ સામે આવ્યો હતો

વડોદરાને સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે. પરંતુ વડોદરાના શાસકો કેટલા સ્માર્ટ છે, તે વાત શહેરવાસીઓ જાણે જ છે. આ વાતનું ઉદાહરણ આપતો એક કિસ્સો અગાઉ સામે આવ્યો હતો. જેમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા સંગમ ચાર રસ્તા પાસે વરસતા વરસાદે ખાડા પુરવામાં આવ્યા હતા. આ ઘટના ઉજાગર થયા બાદ પાલિકા તેનું પુનરાવર્તન નહી કરે તેવો લોકોને વિશ્વાસ હતો. પરંતુ તેમ ન થયું.

ડામર પાથરીને તેના પર રોલર ફેરવવામાં આવ્યું

તાજેતરમાં શહેરના દક્ષિણમાં આવેલા હરિનગરના વિશાલનગર દત્ત મંદિર પાસેથી રોડ પર કારપેટીંગ કરવાનું કાર્ય ચાલુ વરસાદે કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, રોડ પર ડામર પાથરીને તેના પર રોલર ફેરવવામાં આવી રહ્યું છે. અને આ વચ્ચે સંપુર્ણ વરસાદી માહોલ છવાયો છે. સામાન્ય રીતે વરસાદમાં રોડ-રસ્તાની કોઇ પણ કામગીરી ટકાઉ રીતે થતી નથી હોતી. પરંતુ આટલી સાદી વાત પાલિકાના કોન્ટ્રાક્ટર અથવા તો સત્તાધીશો કેમ નહી સમજતા હોય તેનો અંદાજો લગાડવો મુશ્કેલ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વરસાદી માહોલ વચ્ચે વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં વધારો

Advertisement
Tags :
Advertisement

.