VADODARA : હોસ્પિટલની બાજુના ઘરમાંથી ધૂમાડા નીકળતા ફાયરના લાશ્કરો દોડ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના સલાટવાડા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલની બાજુના મકાનમાંથી અચાનક ધૂમાડા નિકળતા સ્થાનિકોએ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ત્યાર બાદ દાંડીયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. ઘરમાં જવાનો પ્રવેશદ્વાર ના મળતા જવાનોએ સીડી મુકી બારી મારફતે અંદર ગયા હતા. અંદર ફાયર જવાનો શ્વાસ ના લઇ શકે તેવી સ્થિતી હતી. તેવામાં અચાનક મહિલા પ્રગટ થયા હતા. અને તેમણે જવાનોને કચરો સળગાવ્યો હોવાનું કારણ આગળ ધરીને ઉતરી જવા માટે જણાવ્યું હતું.
મજુરો દ્વારા કાગળિયા સળગાવવામાં આવ્યા
વડોદરામાં આગનું છમકલું થયું હોવાની ઘટના સામે આવી છે. શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિલટની બાજુમાં ધૂમાડા નીકળતા લોકોમાં ઉત્તેજના વ્યાપી હતી. અને આગ કોઇ મોટું સ્વરૂપ ના લે તે માટે ફાયર ના લાશ્કરોને જાણ કરવામાં આવી હતી. જવાનોએ સીડી મારફતે ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે, અચાનક મહિલાએ આવીને કહ્યું કે, તેમના મજુરો દ્વારા કાગળિયા સળગાવવામાં આવ્યા છે. તેમ કહીને તેમને જતા રહેવા જણાવ્યું હતું.
રૂમમાં એટલો બધો ધૂમાડો થઇ ગયો હતો, કે શ્વાસ લેવું મુશ્કેલ
ફાયર જવાને મીડિયાને જણાવ્યું કે, અમને કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો. નાયક હોસ્પિટલની બાજુમાં આવેલા બંધ મકાનમાં બહુ ધુમાડો નીકળ્યો હતો. અમે સ્થળ પર આવીને જોયું તો પ્રવેશવાનુ મુશ્કેલ હતું. જેથી અમે સીડી મુકીને બારીમાંથી ઘરમાં ગયા હતા. અંદર જઇને જોયું તો બે રૂમમાં એટલો બધો ધૂમાડો થઇ ગયો હતો, કે શ્વાસ લેવું મુશ્કેલ હતું. તેવામાં એક મહિલા અચાનક અંદર આવ્યા હતા. અને કહ્યું કે, અમારા મજુરોએ કાગળિયા સળગાવ્યા હતા. જેથી મેં તેમને કહ્યુું કે, તમે આ જે કરો છો, તે ખોટું છે. જેથી તેમણે મને નીચે જતા રહેવા કહ્યું હતું. બાદમાં તેમની પ્રાથમિક વિગતો મેળવવા માટે તેમને જણાવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : હાઇ-વે પર અકસ્માતમાં ટ્રક ચાલક ફસાયો, પતરૂ કાપીને રેસ્ક્યૂ