Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fighter ની જબરદસ્ત ફાઈટ, ફેન્સનું દિલ જીતવામાં સફળ રહી ફિલ્મ

Fighter : રિતિક રોશનની ફિલ્મ ફાઈટર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મમાં રિતિક રોશન અને અનિલ કપૂરની એક્ટિંગને ફેન્સ સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. નિર્દેશક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'ફાઈટર' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 'ફાઇટર'ની લીડ કાસ્ટની વાત...
fighter ની જબરદસ્ત ફાઈટ  ફેન્સનું દિલ જીતવામાં સફળ રહી ફિલ્મ

Fighter : રિતિક રોશનની ફિલ્મ ફાઈટર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મમાં રિતિક રોશન અને અનિલ કપૂરની એક્ટિંગને ફેન્સ સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. નિર્દેશક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'ફાઈટર' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 'ફાઇટર'ની લીડ કાસ્ટની વાત કરીએ તો તેમા રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવરનો સમાવેશ થાય છે. આ ફિલ્મ દેશભક્તિના જોશથી ભરેલી છે.

Advertisement

કુલ કમાણી કેટલી ?

'ફાઇટર'ની રિલીઝના બીજા દિવસે ફિલ્મે બમ્પર કમાણી કરી હતી. આપણે કહી શકીએ છીએ કે ફિલ્મને પ્રજાસત્તાક દિવસથી ફાયદો થયો છે. આ ફિલ્મની બીજા દિવસની કમાણીના આંકડા આવી ગયા છે. એક રિપોર્ટ અનુસાર, રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર'એ રિલીઝના બીજા દિવસે તમામ ભાષાઓમાં 40.11 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જણાવી દઈએ કે આ આ ફિલ્મના પ્રારંભિક નંબરો છે અને તેમાં થોડો ફેરફાર થઈ શકે છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી 64.71 કરોડ રૂપિયા થઈ જશે.

ફાઇટરનો બોક્સ ઓફિસ રિપોર્ટ
દિવસકલેક્શન
પ્રથમ દિવસ24.60 કરોડ
બીજો દિવસ40.11 કરોડ
કુલ કમાણી64.71 કરોડ
ફાઇટરનું લક્ષ્ય રૂ. 100 કરોડનું છે

ગુરૂવારે ફિલ્મ ફાઈટર રીલીઝ થઈ રહી હોવાથી તેનો ઓપનીંગ વીકએન્ડ 3ને બદલે 4 દિવસનો થશે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફાઈટર ફિલ્મે રિલીઝના બે દિવસમાં જે રીતે કમાણી કરી છે તે જોતા ઓપનિંગ વીકએન્ડ પર ફિલ્મ રૂ. 100 કરોડના આંકને સ્પર્શવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જોકે, બે દિવસમાં ફિલ્મે 64 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

Advertisement

રિતિક-દીપિકાએ પહેલીવાર કામ કર્યું

આ ફિલ્મમાં રિતિક રોશન સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પૅટીની ભૂમિકામાં છે. દીપિકા પાદુકોણે સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ ઉર્ફે મિન્નીની ભૂમિકા ભજવી છે. અનિલ કપૂરના પાત્રનું નામ ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકી છે. આ પહેલીવાર છે જ્યારે રિતિક અને દીપિકા સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મનું બજેટ લગભગ 250 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિતિક રોશને 50 કરોડ રૂપિયા જ્યારે દીપિકાની ફી 15 કરોડ રૂપિયા છે. બજેટ ક્લિયર કરવા માટે તેણે સતત પ્રદર્શન કરવું પડશે.

Advertisement

ગલ્ફ દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ

જણાવી દઈએ કે રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફાઈટર યુએઈમાં રિલીઝ થઈ છે. ગલ્ફ દેશોએ આ ફિલ્મને રિલીઝ કરવાની ના પાડી દીધી હતી. તેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ પડી છે. ફાઈટરની વાત કરીએ તો રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે અનિલ કપૂર, અક્ષય ઓબેરોય, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.

ફિલ્મની કહાની

'ફાઇટર'ની કહાની પાકિસ્તાની આર્મી અધિકારીઓ અને તેમના પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાની યોજનાની ચર્ચા સાથે શરૂ થાય છે. ત્યારબાદ મુખ્ય કલાકારોનો પરિચય કરાવવામાં આવે છે, જ્યાં રિતિક શ્રીનગર IAF સ્ટેશનના 'શ્રેષ્ઠ' પાયલોટ શમશેર પઠાનિયા ઉર્ફે પૅટીની ભૂમિકા ભજવે છે. દીપિકા પાદુકોણ પણ હેલિકોપ્ટર પાયલોટમાંથી એક છે અને અનિલ કપૂર તેના રિપોર્ટિંગ બોસ છે. ઋષભ સાહની ફિલ્મમાં મુખ્ય વિરોધી એટલે કે વિલન અઝહર અખ્તરની ભૂમિકા ભજવે છે, જે પાક આર્મીની મદદથી ભારતીય સેના પર હુમલો કરવાની યોજના ઘડે છે. એક હુમલામાં POK ની અંદર બે પાયલોટ સાથેનું ફાઇટર પ્લેન ક્રેશ થયું. જોકે, બંને પાયલોટ અકસ્માતમાં બચી ગયા હતા. આ પછી તેઓ પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં આવી જાય છે. હવે ભારત આ લડવૈયાઓને ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ 'ફાઇટર'ની કહાની છે.

આ પણ વાંચો - FIGHTER ને મળી બંપર શુરૂઆત, જાણો કેટલી રહી કમાણી

આ પણ વાંચો - શાહરુખ ખાન કે રણબીર કપૂર FilmFare માં કોણ મારશે બાજી ? વાંચો નોમિનેશનનું આખું લિસ્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.