Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓનો મોરચો પાલિકા પહોંચ્યો

VADODARA : અગાઉ વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલય (SHREE NARAYAN VIDHLAYA) માં બાલ્કનીનો ભાગ ધરાશાઈ થતા 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ પાલિકાએ સાવચેતીના ભાગ રૂપે શાળા ઇમારત સીલ કરી દીધી હતી. જેને લઈને વિદ્યાર્થીઓનું ભણતર અટવાઈ...
03:28 PM Aug 22, 2024 IST | PARTH PANDYA

VADODARA : અગાઉ વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલય (SHREE NARAYAN VIDHLAYA) માં બાલ્કનીનો ભાગ ધરાશાઈ થતા 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ પાલિકાએ સાવચેતીના ભાગ રૂપે શાળા ઇમારત સીલ કરી દીધી હતી. જેને લઈને વિદ્યાર્થીઓનું ભણતર અટવાઈ પડ્યું છે. ગતરોજ વાલીઓ શાળાએ વિદ્યાર્થીઓની એલસી લેવા માટે એકત્ર થયા હતા. જેમાં કોઇ સફળતા મળી ન્હતી. ત્યાર બાદ આજે વાલીઓનો મોરચો પાલિકા કચેરીએ મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા આવી પહોંચ્યો હતો. જ્યાં બાળકોના ભણતરની ચિંતા કરી સીલ ખોલી આપવા માંગણી કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા યોગ્ય કાર્યવાહીની બાંહેધારી આપવામાં આવી હતી.

સદનસીબે કોઈ જાનહાની થઈ ન્હતી

એક મહિના અગાઉ શહેરના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ ક્લાસમાં બાલ્કનીનો એક ભાગ કડડભુસ થઇને પડ્યો હતો. આ દરમિયાન રીસેસમાં ક્લાસમાં બેઠેલા 5 વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. શાળાના ટ્રસ્ટીઓ દ્વારા થોડા સમય પહેલા જ શાળા ઇમારતનું રીનોવેશન કરાવ્યું હોવાનો દાવો, છતાં શાળામાં એક ભાગ ધરાશાયી થતા સમગ્ર સ્ટ્રક્ચર શંકાના દાયરામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું

દુર્ઘટના સર્જાઈ તે સમયે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ કપુરાઈ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી. તો બીજી તરફ પાલિકા દ્વારા સાવચેતીના ભાગ રૂપે શાળા ઇમારત સીલ કરી દેવામાં આવી હતી. જે બાદથી શાળા સંચાલકોએ તમામ ધોરણના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું હતું. જોકે વાલીઓની ફરિયાદ હતી કે, બાળકો ઓનલાઈન શિક્ષણમાં ભણતા ન હોવાથી શાળા શરૂ કરવી જોઈએ. જે માટે ગત રોજ જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરીને શાળા સંચાલકો એલ.સી ન આપતા હોવાનું જણાવ્યું હતું.

સીલ ખોલી આપવાની માંગણી

તેવામાં આજે વાલીઓનું એક સમૂહ પાલિકા કચેરીએ આવી પહોંચ્યુ હતું. અને એલસી સર્ટીફીકેટ મેળવવા માટે શાળા ઇમારતનું સીલ ખોલી આપવાની માંગણી કરી હતી. તેમની સાથે શ્રી નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી પણ સાથે હાજર રહ્યા હતા. વાલીઓ અને ટ્રસ્ટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળ્યાં હતાં.

શૈક્ષણિક કાર્ય નહીં શરૂ કરી શકાય

મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કર્યા બાદ ફક્ત એક દિવસ માટે શાળાનું ફર્નિચર તેમજ બેન્ચ કાઢવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સીલ ખોલી આપવાની સહમતી દર્શાવી હતી. જોકે જે ઇમારતમાં દુર્ઘટના સર્જાઈ હતી એ ઇમારતની મજબૂતી નિર્ધારીત ન થાય ત્યાં સુધી તેમાં શૈક્ષણિક કાર્ય નહીં શરૂ કરી શકાય તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે વાલીઓની એલસી સર્ટીફીકેટ મેળવવાના પ્રયત્નો ફળશે તેમ હાલ લાગી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : જિલ્લાની શાળાના 9 ગુલ્લેબાજ શિક્ષકોની નોકરી સમાપ્ત

Tags :
concernnarayanofficeparentsraisereachSchoolshreeVadodaravidhlayaVMC
Next Article