ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સ્વર્ગીય રતન ટાટાની આત્માની શાંતિ અર્થે વૈદિક શાંતિ પાઠ સાથે "પૂણ્યદાન"

VADODARA : તાજેતરમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ અને દેશનું રત્ન ગણાતા રતન ટાટાનું (LATE RATAN TATA) નિધન થયું છે. તેમના નિધનથી દેશવાસીઓએ જાણે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન (SHRAVAN SEVA - VADODARA)...
02:36 PM Oct 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : તાજેતરમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ અને દેશનું રત્ન ગણાતા રતન ટાટાનું (LATE RATAN TATA) નિધન થયું છે. તેમના નિધનથી દેશવાસીઓએ જાણે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન (SHRAVAN SEVA - VADODARA) ના નીરવ ઠક્કર (SHRAVAN - NIRAV THAKKAR) દ્વારા સ્વર્ગીય રતન ટાટાની આત્માની શાંતિ અર્થે વૈદિક શાંતિ પાઠ સાથે પૂણ્યદાન કરવામાં આવ્યું છે. અને તેમના જેવી દિગ્ગજ શખ્સીયત ફરી દેશમાં જન્મ લે, અને દેશનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

ગૌ માતામાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે

શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે, અમારી સંસ્થા દ્વારા વિતેલા પોણા ચાર વર્ષથી ફૂટપાથ પર જરૂરીયાતમંદ નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સાથે અમે 8 મહિનાથી પશુસેવા, અને ગૌ સેવા કરી રહ્યા છે. ગૌ માતામાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે, આ વાત હવે કોઇનાથી છુપી નથી. તાજેતરમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા નું મુંબઇમાં નિધન થયું છે. આજે અમે તેમની આત્માને શાંતિ મળે તે માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂણ્યદાન કર્યું છે. અને તેમની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે શાંતિ પાઠનું પઠન

નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, પૂણ્યદાન અંતર્ગત 33 કોટી દેવી-દેવતાઓનો જેમનામાં વાસ છે, તેવા ગૌ માતાને ફળો, રોટલી, ગોળ, લીલુ ઘાસ, ઔષધિય લાડુ જમાડવામાં આવ્યા છે. આ સાથે જાણીતા શાસ્ત્રી અલ્પેશભાઇ જોશી અને વિશાલભાઇ જાની દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શાંતિ પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. આ તમામનો ઉદ્દેશ્ય સ્વર્ગીય રતન ટાટાની આત્માની શાંતિ અર્થે હતો.

દેશવાસીઓએ પોતાનું કોઇ સ્વજન ગુમાવ્યું હોય તેવું દુખ

નીરવ ઠક્કરે ઉમેર્યું કે, અમે ગૌ માતામાં વસેલા 33 કોટી દેવી દેવતાઓને તેમ પણ પ્રાર્થના કરી છે કે, રતમ ટાટા જેવા દિગ્ગજ ફરી ભારતની ધરતી પર જન્મ લે. અને જેવી રીતે તેમણે દેશને આગળ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તે વાતનું પુનરાવર્તન થાય. રતન ટાટાના નિધનથી દેશવાસીઓએ પોતાનું કોઇ સ્વજન ગુમાવ્યું હોય તેમ દુખની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે અમારા દ્વારા યથાયોગ્ય પૂણ્યદાન કરીને તેમની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : ભવિષ્યલક્ષી આયોજન માટે 25 વર્ષના વરસાદ-પૂરના ડેટા એકત્ર કરાયા

Tags :
cowFeedingforgaulateprayerRatansevaShravanTATAVadodara
Next Article