Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શ્રાવણના પ્રથમ સોમવારે ટેમ્પો ભરી ફળો-રોટલીઓ ગૌ માતાને અર્પણ

VADODARA : આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. તે નિમિત્તે શહેરના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાને 2 હજાર રોટલી, 1 હજાર કિલો અને ગોળનો કેળાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર...
vadodara   શ્રાવણના પ્રથમ સોમવારે ટેમ્પો ભરી ફળો રોટલીઓ ગૌ માતાને અર્પણ

VADODARA : આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. તે નિમિત્તે શહેરના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાને 2 હજાર રોટલી, 1 હજાર કિલો અને ગોળનો કેળાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર જણાવે છે કે, સતત ત્રણ વર્ષથી સંસ્થા દ્વારા ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબુર નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે. તેની સાથે આ વખતે શ્રાવણ માસમાં ગૌ માતા, કપિરાજ, માછલીઓને ભોજન તથા પશુચણ આપવાના વિશેષ પ્રયાસ રહેશે.

Advertisement

વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા

શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે, અમે વિતેલા ત્રણ વર્ષથી વધુ સમયથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબુર નિસહાય વૃદ્ધોને ઘર જેવું બનેલું સ્વાદિષ્ટ ભોજન જમાડી રહ્યા છે. તેમજ નિસહાય વૃદ્ધો તથા જરૂરીયાતમંદ બાળકોને અનેક રીતે મદદરૂપ થઇ રહ્યા છે. સાથે સાથે અમારા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ગૌ માતા, કપિરાજ, માછલીઓને ભોજન તથા પશુચણ આપવાના વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

સર્વેનું કલ્યાણ થાય

વધુમાં નીરવ ઠક્કરે જણાવ્યું કે, જે અંતર્ગત તાજેતરમાં પાંજરાપોળમાં આશરો લેતી હજારો ગાયોને 2 હજાર રોટલીઓ અને 1 હજાર કિલો કેળા તથા ગોળનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે. આ સેવાકાર્યમાં સંસ્થાના યોગદીપસિંહ જાડેજા, દિપ પરીખ જોડાયા છે. સંસ્થાએ આખો ટેમ્પો ભરીને કેળા ગૌ માતાના ભોજન માટે ઠાલવ્યા છે. મોટી સંખ્યામાં પાંજરાપોળમાં રહેતી ગૌ માતાને જમાડીને સર્વેનું કલ્યાણ થાય, શ્રાવણ માસમાં ભગવાન શિવજી તથા જલારામબાપાની વિશેષ કૃપા સૌ પર રહે તેવી પ્રાર્થના પ્રભુચરણોમાં કરવામાં આવી છે.

Advertisement

મજબુત માધ્યમ બનવા તૈયાર

આખરમાં નીરવ ઠક્કરે જણાવ્યું કે, અમારા ગૌ માતા, કપિરાજ, માછલીઓને ભોજન તથા પશુચણ આપવાનો પ્રયાસ લોકોને  મુંગા પશુ-પક્ષીઓ માટે સેવાકીયા કાર્યો સાથે જોડાવાના પ્રયાસનો એક ભાગ છે. પવિત્ર શ્રાવણ માસમાં દાન-પૂણ્યનો વિશેષ મહિમા છે, ત્યારે તેનો મહત્તમ લાભ લઇને જરૂરીયાતમંદ લો

આ પણ વાંચો -- VADODARA : ગણેશ ઉત્સવને લઇ સાંસદનુ સૂચન વેસ્ટર્ન રેલવેએ સ્વિકાર્યુ

Advertisement

Tags :
Advertisement

.