VADODARA : ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોમાં રૂ. 4.5 કરોડ બતાવતા હતા, પણ હકીકતે...
VADODARA : વડોદરા (VADODARA) ના રહીશને શેરબજારમાં તગડો નફો કમાવી આપવાની માયાજાળમાં (SHARE MARKET HUGE INCOME FRAUD - VADODARA) ફસાવીને રૂ. 87 લાખ પડવ્યા હતા. તેની સામે વેબસાઇટના એકાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો રૂ. 4.5 કરોડનો દેખાતો હતો. જો કે, ફરિયાદી તેમના એકાઉન્ટમાંથી એક પણ રૂપિયા વીડ્રો કરી શકતા ન્હતા. આખરે વધુ પૈસાની માંગણી કરવામાં આવતા ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો. જે મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથક (VADODARA CYBER CRIME POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવતા ચારને દબોચી લેવામાં આવ્યા છે. જે બાદ પોલીસે આ મામલે ઉંડાણભરી તપાસ હાથ ધરી છે.
રજીસ્ટ્રેશન કરાવીને ટ્રેડિંગ પ્લાનમાં જોડાયા
તાજેતરમાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ઠગાઇના પીડિત ફરિયાદીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓને વોટ્સએપ લિંક પર ક્લિક કરતા તેઓ ગ્રુપમાં જોડાયા હતા. આ ગ્રુપમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. આ ટીપ્સથી ફરિયાદીને ફાયદો થતા તેઓ આગળ વધ્યા હતા. અને ગઠિયાઓ દ્વારા આપવામાં આવેલી વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને તેમના ટ્રેડિંગ પ્લાનમાં તેઓ જોડાયા હતા. વેબસાઇટમાં જોડાયા બાદ ફરિયાદીએ ટુકડે-ટુકડે કરીને રૂ. 87 લાખની રકમ જમા કરાવી હતી. જેની સામે વેબસાઇટના પોર્ટફોલિયોમાં તેમને રૂ. 4.5 કરોડનો પ્રોફિટ બતાવતો હતો. જેને વિડ્રો કરાવવા માટેનું જણાવતા તેમને વધુ રૂ. 24.34 લાખ ભરપાઇ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
ટેક્નિકલ સોર્સ અને હ્યુમ સોર્સીસની મદદથી આરોપીઓ ઝબ્બે
જે નાણાંની ભરપાઇ કરવામાં ના આવતા તેમને વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આખરે ફરિયાદીને ધ્યાને આવ્યું કે, તેમની જોડે રૂ. 87 લાખની ઠગાઇ કરવામાં આવી છે. જે મામલે તેમણે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને ટેક્નિકલ સોર્સ અને હ્યુમ સોર્સીસની મદદથી ચાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.
બેંક એકાઉન્ટ સહઆરોપીઓને આપ્યા
પોલીસે ઠગાઇના કિસ્સામાં રિતેષકુમાર કનુભાઇ પટેલ (રહે. ખટંબા, વાઘોડિયા, વડોદરા) (અભ્યાસ - ધો. 12), રાજ ઉર્ફે લાલી મહેન્દ્રભાઇ ચૌહાણ (રહે. સોમનાથ તળાવ, વડોદરા) (અભ્યાસ - ડિપ્લોમાં ઇલેક્ટ્રીકલ એન્જિનીયર), વિકાસ ગોપાલભાઇ કહાર (રહે. કિશનવાડી, વડોદરા) (અભ્યાસ - આઈટીઆઇ) અને મેહુલ રાજેશભાઇ વસાવા (રહે. આજવા રોડ. વડોદરા) (અભ્યાસ - ધો. 10) ની ધરપકડ કરી છે. આ ગુનો આચરવામાં મેહુલનું બેંક એકાઉન્ટ તેમજ અન્યના બેંક એકાઉન્ટ પોતાના સહઆરોપીઓને આપ્યા હતા. જેની સામે તેમને આર્થિક ફાયદો મેળવ્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : હિટ એન્ટ રન : BMW ની અડફેટે વૃદ્ધનું મોત, 24 દિવસે બિલ્ડરનો પુત્ર ઝડપાયો