Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કંટ્રોલ રૂમ વર્ધિના આધારે પહોંચેલા પોલીસ જવાનો પર હુમલો

VADODARA : વડોદરાના સાવલી (VADODARA - SAVLI) તાલુકાના ગોઠડા ગામે સોસાયટીમાં થયેલા ઝઘડામાં મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને મદદ માંગી હતી. જે બાદ બે પોલીસ જવાનો સ્થળ પર પહોંચતા સામા પક્ષે પિતા-પુત્રએ દંડા વડે પોલીસ પર જ હુમલો...
vadodara   કંટ્રોલ રૂમ વર્ધિના આધારે પહોંચેલા પોલીસ જવાનો પર હુમલો

VADODARA : વડોદરાના સાવલી (VADODARA - SAVLI) તાલુકાના ગોઠડા ગામે સોસાયટીમાં થયેલા ઝઘડામાં મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને મદદ માંગી હતી. જે બાદ બે પોલીસ જવાનો સ્થળ પર પહોંચતા સામા પક્ષે પિતા-પુત્રએ દંડા વડે પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં પોલીસ જવાનને માર મારી ખોટી બહાદુરી બતાવનારા પિતા-પુત્રની ધકપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

Advertisement

બે જવાનો સ્થળ પર પહોંચ્યા

સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સાવલી તાલુકાના ગોઠડા ગામે આવેલી ગુલમોહર પાર્ક સોસાયટીમાં રહેતા સ્નેહાબેન દરબાર દ્વારા 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, સોસાયટીમાં રહેતા દિલીપ રાઠોડ તેઓ સાથે ઝઘડો કરે છે. જેના આધારે ગોઠડા બીટ પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ તથા રાજેશભાઈ સ્થળ પર પહોંચ્યા હતા.

પિતા-પુત્રનો હુમલો

સ્થળ પર જઈને જોતા ફરિયાદી મહિલા સ્નેહાબેન દરબાર તેમજ તેઓની માતાને અન્ય બે મહિલાઓ વાળ પકડીને માર મારતી હતી. આ મારામારીને રોકવા માટે બંને પોલીસ જવાનોએ વચ્ચે પડતા સ્થળ પર હાજર દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ તેમજ સાહિલ દિલીપસિંહ રાઠોડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ અને જયસુખભાઈ પર દંડા વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં પોલીસ જવાનને પગના ભાગે ઇજા પહોંચી હતી. આખરે પોલીસ પર હુમલો કરીને ખોટી બહાદુરી બતાવનારા દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ અને સાહિલ દિલીપસિંહ રાઠોડ (બંને રહે. ગોઠડા, સાવલી, વડોદરા ગ્રામ્ય) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : SMC ની ટીમે કારનો પીછો કરી દારૂની મોટી ખેપ ઝડપી

Advertisement
Tags :
Advertisement

.