Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 'હું 14 વર્ષનો હતો ત્યારે..', સચિન તેંડૂલકરે યાદો વાગોળી

VADODARA : એક તરફ ગ્રાઉન્ડ અને બીજી બાજુ અમારૂ ડ્રેસીંગ રૂમ હતું. અહિંયા આવ્યા બાદ અચાનક જુની યાદો તાજી થઇ ગઇ છે - સચિન તેંડૂલકર
vadodara    હું 14 વર્ષનો હતો ત્યારે     સચિન તેંડૂલકરે યાદો વાગોળી
Advertisement

VADODARA : હાલ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચો (INTERNATIONAL MASTERS LEAGUE - 2025) ચાલી રહી છે. જેમાં પાંચ જેટલી મેચો વડોદરાના કોટંબી સ્ટેડિયમને (IML MATCH - BCA KOTAMBI STADIUM - VADODARA) ફાળવવામાં આવતા ટીમો શહેરની મહેમાન બની છે. આ મેચ દરમિયાન સચિન તેંડૂલકર પ્રેક્ટીસ કરતો અવાર-નવાજ નજરે ચઢે છે. આ વચ્ચે સચિન તેંડૂલકરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે જણાવે છે કે, જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારે અહિંયા આવ્યો હતો. (SACHIN TENDULKAR REMEMBERING OLD DAYS AT VADODARA) આ વીડિયો વડોદરાના મોતી બાગ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ દરમિયાનનો હોવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે.

મોતી બાગ ક્રિકેટ મેદાન ખાતેની પોતાની જૂની યાદોને વાગોળી

વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમને એક પછી એક મેચો મળી રહી છે. જેને પગલે દિગ્ગજ ખેલાડીઓ શહેરના મહેમાન બની રહ્યા છે. વડોદરામાં ઇન્ટરનેશનલ વન-ડે મેચ અને WPL ની મેચો રમાઇ ચૂકી છે. ત્યાર બાદ હવે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચો હાલ રમાઇ રહી છે. જેમાં ભાગ લેવા માટે સચિન તેંડૂલકર, યુવરાજસિંગ, પઠાણ બંધુઓ સહિતના સ્ટાર ક્રિકેટર શહેરના મહેમાન બન્યા છે. આ તકે સચિન તેંડૂલકરે મોતી બાગ ક્રિકેટ મેદાન ખાતેની પોતાની જૂની યાદોને વાગોળી હતી.

Advertisement

આજે હું અલગ કારણોસર અહિંયા આવ્યો છું

સોશિયલ મીડિયામાં સામે આવેલા વીડિયોમાં સચિન તેંડૂલકર જણાવે છે કે, હું અત્યારે વડોદરામાં છું. તમે મારી પાછળ જે ક્રિકેટ મેદાન (મોતી બાગ) જોઇ રહ્યા છો. ત્યાં હું 14 વર્ષનો હતો ત્યારે આવ્યો હતો. મારી રણજી ટીમની સાથે. હું 14 સભ્યોની ટીમને એક ભાગ હતો. એક તરફ ગ્રાઉન્ડ અને બીજી બાજુ અમારૂ ડ્રેસીંગ રૂમ હતું. અહિંયા આવ્યા બાદ અચાનક જુની યાદો તાજી થઇ ગઇ છે. મને આજે પણ યાદ છે કે, મેદાન પાસે શમીયાણું બાંધવામાં આવ્યું હતું. તે સમયે મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ મેચ જોવા માટે આવ્યા હતા. આજે હું અલગ કારણોસર અહિંયા આવ્યો છું.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ

Tags :
Advertisement

.

×