ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

VADODARA : તહેવાર ટાણે ગ્રામ્ય LCB એ રૂ. 45 લાખથી વધુનો દારૂ ઝડપ્યો

VADODARA : ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તેમાં પણ ડ્રાઇ ડેની આગલી રાત્રે વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) દ્વારા દારૂનો મોટો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. જેના કારણે તહેવાર ટાણે દારુ રેલાવવાના બુટલેગરોના સ્વપ્ન પર પાણી ફેરવાયું છે. આ...
04:30 PM Oct 02, 2024 IST | PARTH PANDYA
featuredImage

VADODARA : ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તેમાં પણ ડ્રાઇ ડેની આગલી રાત્રે વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) દ્વારા દારૂનો મોટો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. જેના કારણે તહેવાર ટાણે દારુ રેલાવવાના બુટલેગરોના સ્વપ્ન પર પાણી ફેરવાયું છે. આ મામલે એક ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લામાં સઘન પેટ્રોલિંગ શરૂ

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, નવરાત્રી મહોત્સવ અને ત્યાર બાદના તહેવારોને પગલે દારૂની હેરાફેરીને અટકાવવા માટે ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોડી રાત્રે નેશનલ હાઇવે ઉપર કરજણ માંગલેજ પાસેથી ટ્રકમાં લઇ જવાતો રૂ. 45.45 લાખનો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ટોલનાકા પાસે એક શંકાસ્પદ ટ્રક ઉભો રહ્યો

ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઇવે ઉપર કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તેવામાં બાતમી મળી હતી કે માંગલેજ ટોલનાકા પાસે એક શંકાસ્પદ ટ્રક ઉભો રહ્યો છે. અને તેમાં દારૂનો જથ્થો હોવાનું અનુમાન છે. જે બાદ પેટ્રોલિંગ કરતી ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી દારૂ ભરેલી 947 પેટી મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ સાથેની ટ્રક કબજે કરીને કરજણ પોલીસ મથકે લઇ ગઇ હતી. જ્યાં દારૂની પેટીઓમાંથી ગણતરી કરતા 45,456 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક રાજેશ પરસોત્તમદાસની ધરપકડ કરી હતી. ટ્રક ચાલક મૂળ બિહારનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ મળીને રૂ. 55.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દુબે નામના વ્યક્તિએ ફોન કરવા જણાવ્યું હતું

ચાલક રાજેશની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો ગોવાથી લાવવામાં આવ્યો છે. કરજણ માંગલેજ પાસે પહોંચ્યા બાદ દારૂનો જથ્થો મોકલનાર દુબે નામના વ્યક્તિએ ફોન કરવા જણાવ્યું હતું. દુબે જે જગ્યા બતાવે ત્યાં દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો.

ફરિયાદના આધારે ગુનો દાખલ

આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇએ કરજણ પોલીસ મથકમાં દારૂનો જથ્થો લાવનાર ટ્રક ચાલક રાજેશ પરસોત્તમદાસ અને દારૂ મોકલનાર દુબે નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને શાસકોને જગાડવાનો પ્રયાસ

Tags :
BeforecaughtFestivalHugeillegalLCBliquorofQuantityruralstartsVadodara