Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તસ્કરોના નાઇટ પેટ્રોલીંગને પગલે લોકોમાં ફફડાટ

VADODARA : વડોદરા તાલુકા (VADODARA RURAL) માં આવેલા ભીમપુરામાં રાત્રીના સમયે તસ્કરોના બાઇક પર પેટ્રોલીંગના સીસીટીવી હાલ સામે આવ્યા છે. સામાન્ય રીતે પોલીસે રાત્રે પેટ્રોલીંગ કરવાનું હોય છે. પરંતુ તેમની જગ્યાએ તસ્કરો સીસીટીવીમાં ત્રીપલ સવારી નજરે પડી રહ્યા છે. અને...
vadodara   તસ્કરોના નાઇટ પેટ્રોલીંગને પગલે લોકોમાં ફફડાટ

VADODARA : વડોદરા તાલુકા (VADODARA RURAL) માં આવેલા ભીમપુરામાં રાત્રીના સમયે તસ્કરોના બાઇક પર પેટ્રોલીંગના સીસીટીવી હાલ સામે આવ્યા છે. સામાન્ય રીતે પોલીસે રાત્રે પેટ્રોલીંગ કરવાનું હોય છે. પરંતુ તેમની જગ્યાએ તસ્કરો સીસીટીવીમાં ત્રીપલ સવારી નજરે પડી રહ્યા છે. અને વિસ્તારની રેકી કરી રહ્યા હોય તેવો અંદાજ છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ડરની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસ આવા તત્વોમાં ડર પેંસાડવામાં ક્યાંક નિષ્ફળ રહી હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

સીસીટીવી ફૂટેજ વાયરલ

વડોદરા શહેર જિલ્લામાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. રાત્રીના સમયે પોલીસ પેટ્રોલીંગના દાવાઓ જુઠા પડતા જોવા મળે છે. ત્યારે આવું જ કંઇક વડોદરા તાલુકા પોલીસ મથકની હદમાં આવતા ભીમપુરા શેરખી ગામમાં થયું હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ભીમપુરા શેરખી ગામમાં રાત્રીના સમયના એક સીસીટીવી ફૂટેજ વાયરલ થવા પામ્યા છે. સીસીટીવીમાં જોવા મળ્યા અનુસાર, સવારના પાંચ વાગ્યાના આસરાના આ સીસીટીવી ફૂટેજીસ છે.

ઘર નજીક કંઇક જોઇને શખ્સ પરત ફરે છે

સીસીટીવીમાં ત્રણ સવારી મોઢું ઢાંકેલા અજાણ્યા શખ્સો વિસ્તારમાં ફરી રહ્યા છે. અને રીતસરની રેકી કરી રહ્યા છે. એક સમયે બાઇક પરથી એક શખ્સ ઉતરીને ઘર નજીક જાય છે. અને બીજો શખ્સ તેની પાછળની બાજુ પહેરો ભરે છે. જ્યારે અન્ય એક શખ્સ બાઇક પર જ બેઠેલો જોવા મળે છે. ઘર નજીક કંઇક જોઇને શખ્સ પરત ફરે છે. અને ત્યાર બાદ ત્રણેય શખ્સો જે રસ્તેથી બાઇક પર આવ્યા હતા. તે જ રસ્તે પરત જતા જોવા મળે છે. તસ્કરોને આટલી બેખોફ રીતે વિસ્તારમાં આંટાફેરા મારતા જોઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

પોલીસે કમર કસવી પડશે

સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ હવે પોલીસ આ મામલે શું કરે છે તે જોવું રહ્યું. આગામી સમયમાં જો પોલીસ પેટ્રોલીંગ વધારવામાં નહીં આવે તો ચોક્કસથી બેખોફ બનેલા તસ્કરો લોકોના જાન-માલને નુશકાશ પહોંચાડી શકે તેમ છે. સ્થાનિકોનો વિશ્વાસ જીતવા માટે પોલીસે કમર કસવી પડશે.

આ પણ વાંચો -- VADODARA : પૂર જેવી સ્થિતીમાં પણ ખનીજ માફીયાઓના હોંસલા બુલંદ

Advertisement

Tags :
Advertisement

.