Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : LVP થી SSG હોસ્પિટલ સુધી મહારાણીની મૌન રેલી યોજાઇ

VADODARA : કલકત્તામાં મહિલા તબિબ પર દુષ્કર્મ અને તેની હત્યા (Kolkata Doctor Case ) મામલે વડોદરા (VADODARA) ના રાજવી પરિવાર (ROYAL FAMILY OF VADODARA) ના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ (Maharani Radhikaraje Gaekwad) દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. જેના પ્રારંભમાં...
vadodara   lvp થી ssg હોસ્પિટલ સુધી મહારાણીની મૌન રેલી યોજાઇ

VADODARA : કલકત્તામાં મહિલા તબિબ પર દુષ્કર્મ અને તેની હત્યા (Kolkata Doctor Case ) મામલે વડોદરા (VADODARA) ના રાજવી પરિવાર (ROYAL FAMILY OF VADODARA) ના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ (Maharani Radhikaraje Gaekwad) દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. જેના પ્રારંભમાં શંખનાદ કરવામાં આવ્યો હતો. પ્રારંભે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ (H.H. Shrimant Rajmata Shubhangini Raje Sahib Gaekwad) સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓ જોડાયા હતા. રેલી શાંતિપૂર્વત લક્ષ્મીવિલાસ પેલેસથી નિકળીને એસએસજી હોસ્પિટલ પરિસર સુધી પહોંચી હતી. રાજવી પરિવારના સભ્યો તથા અન્યની રેલીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજમાતાએ કહ્યું કે, પરિવારને ન્યાય મળવો જોઇએ. આ પ્રકારની હત્યા ફરી ન થવી જોઇએ. મહિલાઓ સાથે આ પ્રકારનું કૃત્ય ન થવું જોઇએ તેની માટે રેલી યોજી રહ્યા છીએ.

Advertisement

રેલીના પ્રારંભમાં શંખનાદ કરવામાં આવ્યો

કલકત્તામાં મહિલા તબિબ પર દુષ્કર્મ બાદ તેની હત્યા મામલે દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઘટના બાદથી આપવામાં આવેલી હડતાલનો 7 માં દિવસે અંત આવ્યો હતો. ત્યારે ગતરાત્રે વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા કલકત્તાની ઘટનાને લઇને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મી વિલાસ પેલેસ ગેટથી નિકળીને આ રેલી એસએસજી હોસ્પિટલ સુધી પહોંચી હતી. આ રેલીના પ્રારંભમાં શંખનાદ કરવામાં આવ્યો હતો. ગેટ સુધી આ રેલીના શરૂઆત ટાણે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ હાજર રહ્યા હતા. આ રેલી શાંતિપૂર્વક રીતે રાત્રે 9 વાગ્યે નિકળી હતી. જે મુખ્ય માર્ગ પર થઇને એસએસજી હોસ્પિટલ પરિસર સુધી પહોંચી હતી. જ્યાં સળગાવેલી મીણબત્તી મુકીને રેલીએ વિરામ લીધો હતો.

Advertisement

મહિલાઓ સાથે આ પ્રકારનું કૃત્ય ન થવું જોઇએ

આ તકે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડએ કહ્યું કે, કલકત્તામાં મહિલા તબિબની ઘીનૌની હત્યા થઇ છે. આ આપણા દેશ માટે શરમજનક છે. એટલે અમે મૌન કરીને વિરોધ દર્શાવી રહ્યા છે. પરિવારને ન્યાય મળવો જોઇએ. આ પ્રકારની હત્યા ફરી ન થવી જોઇએ. મહિલાઓ સાથે આ પ્રકારનું કૃત્ય ન થવું જોઇએ તેની માટે રેલી યોજી રહ્યા છીએ. જ્યારે મહારાણી રાધિકા રાજે ગાયકવાડએ કહ્યું કે, અમે માંગ કરીએ છીએ, નારીના માન, સન્માન અને સુરક્ષા, તથા ઇન્સાફ માટે.

Advertisement

આ પણ વાંચો -- Gandhinagar : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી આ ખાસ રજૂઆત!

Tags :
Advertisement

.