VADODARA : રેલવે પ્રમોશન કૌભાંડમાં સામેલ અધિકારીના જામીન નામંજુર
VADODARA : તાજેતરમાં વડોદરા રેલવે ડિવિઝનમાં પ્રમોશન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં પાંચ જેટલા મોટા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં કૌભાંડમાં સામેલ પૂર્વ સિનિયર ડીપીઓ સુનિલ બિશ્વોઇ દ્વારા સીબીઆઇની કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી. જેમાં કોર્ટે જામીન નામંજુર કર્યા છે. આ તકે સીબીઆઇ દ્વારા પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચીદમ્બરમના કેસમાં સુપ્રીમ કોર્ટે કરેલી કાર્યવાહીનો સંદર્ભ ટાંક્યો હતો. (CBI OPPOSE RAILWAY PROMOTION SCAM ACCUSED BAIL - VADODARA)
જામીન અરજીનો સીબીઆઇએ વિરોધ કર્યો
રેલવે પ્રમોશન કૌભાંડમાં ધરપકડ કરાયેલા પૂર્વ ડીપીઓ બિશ્નોઇની જામીન અરજીનો સીબીઆઇએ વિરોધ કર્યો હતો. સીબીઆઇએ તે સમયે સુપ્રીમ કોર્ટના પી. ચિદમ્બરમ અંગેના ચૂકાદાનો સંદર્ભ ટાંક્યો હતો. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, પુરાવા સાથે ચેડાં અને આરોપી દ્વારા સહકારનો અભાવ એ પૂર્વ સૂચના વિના ધરપકડ માટે માન્ય આધાર છે.
પીડિત રેલવે કર્મચારીઓ દ્વારા પુરાવાઓ પૂરા પાડવામાં આવ્યા
પૂર્વ ડીપીઓના કેસમાં તપાસ અધિકારી ગણેશ શંકરે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જેમાં લેખિત જવાબમાં જણાવાયું કે, તપાસ નિર્ણાયક તબક્કે છે. અને આરોપી એક સિનિયર રેલવે અધિકારી હોવાથી અન્ય સરકારી કર્મીઓ સાથે મળીને મોટા પાયે લાંચના કૌભાંડમાં સામેલ હતો. વિભાગીય પરીક્ષામાં પસંદગીના ખોટા વચનો આપીને રેલવે કર્મીઓ પાસેથી મોટી રકમ વસુલવામાં આવતી હતી. કેટલાક પીડિત રેલવે કર્મચારીઓ દ્વારા તપાસ દરમિયાન મહત્વના પુરાવાઓ પૂરા પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : જીદ કરીને રક્ષિતે કાર ચલાવી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા