VADODARA : એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનઅધિકૃત બાંગ્લાદેશી મળી આવ્યા
VADODARA : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ખાસ કરીને બિનઅધિકૃત રીતે રહેતા લોકો સામે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ શહેર-જિલ્લાઓમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કામે લાગી છે (SOG POLICE ACTION) . મોટા ભાગના બિનઅધિકૃત રહેતા વ્યક્તિઓની ખરાઈ કરીને તેમને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. આ વચ્ચે 26, એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ (VADODARA RAILWAY PLATFORM) નંબર - 1 માં આવી પહોંચી હતી. જેમાં ચેકીંગ કરતા પાંચ બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાં બે બાળકો, બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. (FIVE BANGLADESHI CAUGHT)
શંકા જતા ટીમે તેમની પુછપરછ કરી હતી
શહેર-જિલ્લાની જેમ રેલવે દ્વારા પણ બિનઅધિકૃત વ્યક્તિઓની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જે અંતર્ગત ટ્રેનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ગતરોજ 26, એપ્રિલે મોડી રાત્રે 2 કલાકના આરસામાં ટીમોએ રેલવે પ્લેટફોર્મ નં - 1 પર આવેલી અમદાવાદ-હાવડા એક્સપ્રેસમાં ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન થ્રી ટાયર એસી કોસમાંથી ત્રણ પુખ્ય વયના શખ્સો સહિત બે બાળકો મળી આવ્યા હતા. શંકા જતા ટીમે તેમની પુછપરછ કરી હતી. જેમાં ગોળ ગોળ જવાબો આપતા શંકા મજબુત થઇ હતી. બાદમાં પોલીસે કડકાઇ દાખવતા તેઓ ભાંગી પડ્યા હતા. અને પોતો બાંગ્લાદેશી હોવાનું જણાવ્યું હતું.
અટકાયત કરેલા શખ્સોના નામ-સરનામા
બાદમાં પોલીસે તેમની પાસેથી પુરાવા મેળવીને તેઓ બાંગ્લાદેશી હોવાની ખરાઇ કરી હતી. અટકાયત કરેલા લોકોએ પોતાના નામ સહિતની વિગતો ઓહીદુલ રૂસ્તમ શેખ, ૫રવિન ઓહીદુલ શેખ,મારૂ૫ ઓહીદુલ શેખ,શાહરૂખ ઓહિદુલ શેખ ( ચાર હાલ રહે.-ચંડોળા તળાવ પાસે, મોઇદર બાબાની દરગાહ પાસે, અમ્મા મૂરજીદની ગલીમાં, ઇસનપુર રોડ, અમદાવાદ, મુળ રહે.ગામ-ભાયડાંગા, થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ) અને મોહંમદ શેરઅલી મોહંમદ લૂતપાર શેખ (હાલ રહે.-સિદ્ધાર્થ ટોકિઝની પાછળ, અડાજણ પાટીયા, ઝૂંપડપટ્ટીમાં, સુરત મુળ રહે.ગામ-સીતારામપુર ચોક, પોસ્ટ-થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ) જણાવી હતી.
શેર અલી સુરતમાં ભીખ માંગવાનું કામ કરતો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, દંપતિ અમદાવાદના ચાંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર ઝૂંપડીમાં રહેતું હતું. અને કચરો વીણવાનું કામ કરતું હતું. અને શેર અલી સુરતમાં ભીખ માંગવાનું કામ કરતો હતો. પોલીસે તમામની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટની દાનપેટી મુકાઇ, બાઉન્સરો હટાવાશે