VADODARA : કેળાના ખેતરમાં અજગર દેખાતા જ કામકાજ થંભી ગયુ
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા શિનોરમાં કેળાના ખેતરમાં પાકની લણણી ચાલી રહી હતી. દરમિયાન મોટો અજગર (PYTHONE) દેખાતા શ્રમિકો કામકાજ છોડીને દુર જતા રહ્યા હતા. અને ખેતર માલિકને આ અંગે જાણ કરવામાં આવી હતી. આખરે ખેતર માલિકે અજગરનું રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ વોલંટીયરે સ્થળ પર પહોંચીને 8 ફૂટ લાંબો અજગર સલામત રીતે રેસ્ક્યૂ કરતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
વોલંટીયર તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા
વડોદરા પાસે આવેલા શિનોરના કંજેઠા ગામે કેળાના ખેતરમાં પાકનની લણણી ચાલી રહી હતી. અને તેમાં ખેત શ્રમિકો કામ કરી રહ્યા હતા. દરમિયાન મોટા અજગરની હાજરી ધ્યાને આવતા તમામના જીવ તાળવે ચોંટ્યા હતા. અને સ્થળથી દુર ખસી ગયા હતા. ત્યાર બાદ ખેતર માલિકને આ અંગે જાણ કરવામાં આવી હતી. ખેતર માલિકે તાત્કાલીક વડોદરાના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને રેસ્ક્યૂ કોલ કર્યો હતો. બાદમાં વોલંટીયર અશોક પટેલ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
કામમાં પરત જોતરાયા
વોલંટીયરે અજગરનું સલામત રીતે રેસ્ક્યૂ કરીને તેને વન વિભાગના નિર્દેશ અનુસાર કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દીધું હતું. કેળાના ખેતરમાંથી અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. અને શ્રમિકો પોતાના કામમાં પરત જોતરાયા હતા.
4 ફૂટ મગરના બચ્ચાનું સલામત રેસ્ક્યૂ
બીજા એક મોટા રેસ્ક્યૂ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઇના સુલતાનપુરાના એક ખેતરમાં મગરનું બચ્ચુ આવી ગયું હતું. આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવતા તાત્કાલીક વોલંયીયર ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું હતું. ખેતરમાં ચુલાની આગળના ભાગે આવી ચઢેલુ 4 ફૂટનું મગરનુ બચ્ચુ સલામત રીતે રેસ્ક્યૂ કરીને વડોદરા નવ વિભાગને સોંપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : માતાએ માનવતા લજવી, નવજાત બાળકને કેનાલ પર તરછોડ્યું