કચ્છના ચંદિયા ગામમાં 24.12 લાખનો દારુ ઝડપાયો
અંજાર તાલુકાના ચંદિયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં કટિંગ વખતે જીલ્લા એલસીબીએ દરોડો પાડી 24.12 લાખના દારુ સાથે ટ્રક, કાર, બાઈક સહિત 51.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મધરાત્રે ૩ વાગ્યાના અરસામાં ચંદિયાના સીમાડે કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા અને તેના ભાઈ યુવરાજસિંહ ઊર્ફે શક્તિસિંહ (બંને રહે. માધવનગ૨, અંજાર)ની વાડીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ટ્રકમાંથી શરાબનું કટિંગ àª
Advertisement
અંજાર તાલુકાના ચંદિયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં કટિંગ વખતે જીલ્લા એલસીબીએ દરોડો પાડી 24.12 લાખના દારુ સાથે ટ્રક, કાર, બાઈક સહિત 51.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મધરાત્રે ૩ વાગ્યાના અરસામાં ચંદિયાના સીમાડે કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા અને તેના ભાઈ યુવરાજસિંહ ઊર્ફે શક્તિસિંહ (બંને રહે. માધવનગ૨, અંજાર)ની વાડીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ટ્રકમાંથી શરાબનું કટિંગ કરાતું હતું તે સમયે જ પોલીસ ત્રાટકતાં સ્થળ પર હાજર પાંચ જણા નાસી ગયા હતા. જો કે, પોલીસે યેશ વેલજીભાઈ સોલંકી (રાજપૂત) નામના યુવકને ઝડપી લીધો હતો. આરોપીઓ ટ્રકમાંથી માલ ઉતારીને વાડીમાં બનાવેલાં અંડરગ્રાઉન્ડ ટાંકામાં રાખતાં હતા. પોલીસે ટ્રક, કાર અને અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી કુલ 536 પેટી દારુનો જથ્થો જપ્ત કર્યો હતો,પોલીસે કુલ 24.12 લાખનો દારુ મળીને 51.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.