Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વડોદરા પોલીસના જાહેરનામાંમાં જ "રોંગ સાઇડ" રૂટનો ઉલ્લેખ

VADODARA : વડોદરા (VADODARA) માં મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલવેના વિવિધ પેકેજનું કામ ચાલી રહ્યું છે. તે અંતર્ગત નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ જતા પીલર પર રીગાર્ડ એટલે કે ગડર નાંખવાની કામગીરી કરવામાં આવનાર છે. જેને ધ્યાને રાખીને અકસ્માતની સંભાવનાઓ ટાળવા પોલીસ...
vadodara   વડોદરા પોલીસના જાહેરનામાંમાં જ  રોંગ સાઇડ  રૂટનો ઉલ્લેખ

VADODARA : વડોદરા (VADODARA) માં મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલવેના વિવિધ પેકેજનું કામ ચાલી રહ્યું છે. તે અંતર્ગત નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ જતા પીલર પર રીગાર્ડ એટલે કે ગડર નાંખવાની કામગીરી કરવામાં આવનાર છે. જેને ધ્યાને રાખીને અકસ્માતની સંભાવનાઓ ટાળવા પોલીસ વિભાગ દ્વારા એસટી ડેપો થી પંડ્યા બ્રિજ તરફ જતા વાહનો માટે રોંગ સાઇડથી પંડ્યા બ્રિજ તરફ જઇ શકાશે તેવું જાહેરનામાં માધ્યમથી જણાવ્યું છે. આ પ્રકારનું જાહેરનામું સપાટી પર આવતા જ લોકોમાં તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.

Advertisement

એસટી ડેપોથી નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ વાહનો માટે પ્રતિબંધ

વડોદરા પોલીસ દ્વારા શહેરીજનોને અગવડતા ના પડે અને ટ્રાફીક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફીક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એક રૂટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર, એસટી ડેપોથી નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એસટી ડેપોથી નટરાજ સર્કલથી રોંગ સાઇડથી પંડ્યા બ્રિજ તરફ જઇ શકાશે. તેમજ પંડ્યા બ્રિજથી એસટી ડેપો થઇને જતા વાહનો રાબેતા મુજબ ડેપો તરફ જઇ શકશે, તે વાતનો ઉલ્લેખ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર સામે ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

Advertisement

Tags :
Advertisement

.