VADODARA : પોલીસ દ્વારા 'SHASTRA' પ્રોજેક્ટનો આરંભ, શહેરભરમાં અમલ
VADODARA : વડોદરા શહેર પોલીસ (VADODARA CITY POLICE) દ્વારા ક્રાઇમ ના ડેટાના આધારે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ શસ્ત્ર (શરીર સંબંધિ ત્રાસ રોકવા અભિયાન) નો આરંભ કરવામાં આવ્યો (POLICE IMPLEMENT PROJECT SHASTRA - VADODARA) છે. આ તકે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆતમાં 7 પોલીસ મથક વિસ્તારને અલગ તારવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, શહેર પોલીસ કમિશનર દ્વારા આ કામગીરી તમામ પોલીસ મથકોમાં લાગુ કરવાનું સુચન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી ગુનાખોરી ડામવામાં પોલીસને કેટલી સફળતા મળે છે, તે આવનાર સમયમાં જ સ્પષ્ટ થશે.
રાજ્યભરના 33 પોલીસ મથકોને અલગ તારવવામાં આવ્યા
રાજયના પોલીસ વડા દ્વારા ગુજકોપ એપ્લીકેશના ડેટાનું એનાલિસિસ કરાવ્યું હતું. જે બાદ વાત સામે આવી કે શરીર સંબંધિ ગુનાના 25 ટકા ચાર મહાનગરોમાં બની રહ્યા છે. આ ગુનાઓ પૈકી 45 ટકા ગુના સાંજે 6 થી 12 વાગ્યાના આરસામાં બન્યા છે. ડેટા એનાલિસિસમાં તેવી પણ વિગતો બહાર આવી કે, 50 ટકાથી વધુ ગુના આચરવામાં આવ્યા હોય તેવા રાજ્યભરના 33 પોલીસ મથકોને અલગ તારવવામાં આવ્યા હતા. જેમાં વડોદરાના કુલ 27 પૈકી 7 પોલીસ મથકનોસમાવેશ થાય છે. જેને ધ્યાને રાખીને પાણીગેટ, મકરપુરા, માંજલપુર, કપુરાઇ, ફતેગંજ, હરણી અને ગોરવા વિસ્તારમાં પ્રોજેક્ટ શસ્ત્રની શરૂઆત પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવી છે.
અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું
આ તકે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા રાત્રે 6 થી 12 દરમિયાન સંવેદનશીલ સ્થળોએ ફૂટ પેટ્રોલીંગ, નાકાબંધી, વાહન ચેકીંગ, શકમંદોની ચકાસણી, અસામાજિક પ્રવૃત્તિઓ પર દરોડા, સહિતની અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
તમામ પોલીસ મથકમાં લાગુ કરવા સૂચના
સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેર પોલીસના 7 પોલીસ મથકોનો પ્રોજેક્ટ શસ્ત્ર માટે સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકમાં સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી અસરકારક કામગીરી કરવાની સૂચના આપી છે. જેમાં સર્વેલન્સ ટીમો, શી ટીમ, કાર પેટ્રોલીંગ, ટુ વ્હીલર પેટ્રોલીંગ અને ચેકીંગ પર ભાર મુકવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : ST બસ રોકી ચાલકની ધૂલાઇ, કહ્યું, 'આ રૂટ ઉપર આવીશ તો...'