ચૂંટણી જાહેર થતાં જ રાજકોટમાં રાજકીય પોસ્ટર અને બેનર ઉતારવાનું શરું
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ની જાહેરાત સાથે જ રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતા (Code of Conduct)નો અમલ શરૂ થઈ ગયો છે. રાજકોટમાં રાજકીય પોસ્ટર અને બેનર ઉતારવાનું શરુ કરી દેવાયું છે. સરકારી જાહેરાતો વાળા પોસ્ટર હટાવાનું શરુ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુની સૂચના તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરના માર્ગદર્શન મુજબ શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળોએ તથા સà
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ની જાહેરાત સાથે જ રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતા (Code of Conduct)નો અમલ શરૂ થઈ ગયો છે. રાજકોટમાં રાજકીય પોસ્ટર અને બેનર ઉતારવાનું શરુ કરી દેવાયું છે.
સરકારી જાહેરાતો વાળા પોસ્ટર હટાવાનું શરુ
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુની સૂચના તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરના માર્ગદર્શન મુજબ શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળોએ તથા સરકારી ઈમારતો પર અને સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. દિવાલમાં લખાયેલા રાજકીય પક્ષોના લખાણો પણ દુર કરાઇ રહ્યા છે.
CVIGIL એપ પર નાગરીકો ફરિયાદ કરી શકશે
વિવિધ સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, સરકારી શાળાઓની દીવાલો પરના રાજકીય લખાણો, રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો વગેરે ઉતારવાની કામગીરીનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. શહેર તેમજ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. શહેર-જિલ્લામાં પેરામિલિટરી ફોર્સની પાંચ કંપનીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો--હવે રોકડ રકમ લઇને જતા હોવ તો પુરાવા રાખવા પડશે
Advertisement