Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 30 સ્થળોએ પાણીમાં ન્હાવા તથા ભીડ એકત્ર થવા પર રોક

VADODARA : જાહેરનામું તા. ૨૭/૧૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર
vadodara   30 સ્થળોએ પાણીમાં ન્હાવા તથા ભીડ એકત્ર થવા પર રોક

VADODARA : વડોદરા પોલીસ કમિશનર (VADODARA POLICE COMMISSIONER) નરસિમ્હા કોમરે વડોદરા કમિશનરેટ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે ૩૦ સ્થળોને જોખમી જાહેર કર્યા છે. આ જોખમી સ્થળ/વિસ્તારમાં પોલીસ કમિશનરએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં ન્હાવા કે ભીડ ભેગી થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા. ૨૭/૧૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

વિવિધ સ્થળોની યાદી

જોખમી સ્થળોની યાદી અનુસાર, હરણી વિસ્તારમાં હરણી લેક ઝોન (મોટનાથ તળાવ), હરણી લેક ઝોન તળાવ, હરણી ગામ તળાવ હનુમાન મંદિર સામે, ખોડીયાર નગર તળાવ, દરજીપુરા ગામ તળાવ, કોટાલી - સમા નર્મદા કેનાલ, અટલાદરા વિસ્તારમાં અટલાદરા ગામ, વારસિયા ધોબી તળાવ, રાવપુરા સુરસાગર, ફતેગંજ છાણી કેનાલ, સમા તળાવ, ગોત્રી તળાવ, વાસણા તળાવ, સરસીયા તળાવ, છાણી વિસ્તારમાં છાણી તળાવ, આધા તલાવડી, દશરથ તળાવ, મલાઈ તળાવ, પદમલા તળાવ, નાથા તળાવ અને મીની નદીનો સમાવેશ થાય છે.

આ જાહેરનામું તા. ૨૭/૧૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે

વધુમાં લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્મશાન પાસેનું તળાવ, અંકોડિયા કેનાલ, ગોત્રી-સેવાસી કેનાલ, જેપી રોડ વિસ્તારમાં મુજમહૂડા વિશ્વામિત્રી નદી, તાંદલજા ગામ તળાવ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ) અને ફાજલપુર મહીસાગર માતાના મંદિરને જોખમી સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે ભીડ થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૨૭/૧૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : અન્યના જીવનમાં ઉજાસ-મીઠાશ પાથરીને પોલીસ જવાનોની દિપોત્સવી પર્વની ઉજવણી

Advertisement
Tags :
Advertisement

.