Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમીન પર જામ્યો સિતારાઓનો મેળાવડો,જીફા એવોર્ડ-2021ની રંગારંગ રાત

ગુજરાતી ફિલ્મ ઇનડ્સ્ટ્રી માટે કોરોનાના કપરા સમય બાદ બે વર્ષ બાદ જીફા એવોર્ડ એટલે કે ગુજરાતી ફિલ્મ ફેટનિટી એવોર્ડ-2021નું આયોજન કરાયું હતું. ખાસ ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ચહેરાઓએ આ ખાસ રાતની રોશની વધારી હતી.અમદાવાદના નારાયણી હાઇટસ્ ખાતે આ એવોર્ડ ફંક્શન યોજાયું જેમાં 2000થી વધુ લોકોની ખાસ ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતી ફિલ્મોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ અપાયા હતાં.આ એવોર્ડ ફંકશનમાં ગુજરાà
જમીન પર જામ્યો સિતારાઓનો મેળાવડો જીફા એવોર્ડ 2021ની રંગારંગ રાત
ગુજરાતી ફિલ્મ ઇનડ્સ્ટ્રી માટે કોરોનાના કપરા સમય બાદ બે વર્ષ બાદ જીફા એવોર્ડ એટલે કે ગુજરાતી ફિલ્મ ફેટનિટી એવોર્ડ-2021નું આયોજન કરાયું હતું. ખાસ ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ચહેરાઓએ આ ખાસ રાતની રોશની વધારી હતી.અમદાવાદના નારાયણી હાઇટસ્ ખાતે આ એવોર્ડ ફંક્શન યોજાયું જેમાં 2000થી વધુ લોકોની ખાસ ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતી ફિલ્મોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ અપાયા હતાં.
આ એવોર્ડ ફંકશનમાં ગુજરાતી ચલચિત્રોની જાણીતા ચહેરાઓ રોમા માણેક, નેહા મહેતા, મોના થીબા કનોડિયા, સિંગર ભૂમિ ત્રિવેદી,,સાથે જ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અને સુપર સ્ટાર હિતુ કનોડિયા, બીજેપી યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ક્રિકેટર પાર્થિવ પટેલ બિહારી હેમુભાઇ ગઢવી, શ્રદ્ધા ઝા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ સુંદર ઇવેન્ટમાં મિડિયા સ્પોન્સર તરીકે ગુજરાત ફર્સ્ટ ખાસ જોડાયું હતું. સાથે જ ગુજરાત ટુરિઝમ, રીયા ટાટા, પિક્સર ટેક્નોલોજી  સહિત ઘણાં સ્પોન્સર્સ પણ જોડાયાં હતાં. સાથે જ ભાવિની જાની, શૌનક વ્યાસ, કલ્પેશ પટેલ લોક કલાકાર યોગેશ ગઢવી, બિહારી હેમુ ગઢવી, ક્રિકેટર પાર્થિવ પટેલ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને સામાજીક કાર્યકર રીવાબા જાડેજા ,ડો. ઋત્વિજ પટેલ, પ્રશાંત કોરાટ, યજ્ઞેશ દવે, ડો.રણજીત વાક, ડો.પ્રદ્યુમન વજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. વર્ષ 2021માં વિજયગીરી બાવાની ફિલ્મ 21મું ટિફ્ન, ધન ધતૂડી પતૂડી, દીવા સ્વપ્ન જેવી ફિલ્મો ઝળકી હતી.   
 

વિવિધ કેટેગરીમાં એવોર્ડ
બેસ્ટ એક્ટર તરીકે મલ્હાર ઠાકર ફિલ્મ 'ધુઆંધાર' માટે તો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પ્રિનલ ઓબેરોયને ફિલ્મ 'કોઠી 1947' ફિલ્મ માટે મળ્યો. સાથે  બેસ્ટ ફિલ્મ તરીકે 'ધુંઆધાર' સિલેક્ટ થઇ છે.બેસ્ટ નેગેટિવ રોલમાં 'દીવા સ્વપ્ન' માટે બિમલ ત્રિવેદી, બેસ્ટ સપોર્ટીંગ ફીમેલ એક્ટ્રેસ તરીકે '21મું ટિફિન' માટે નૈત્રી ત્રિવેદી તો મેલ કેટેગરીમાં ફિલ્મ 'દીવા સ્વપ્ન' માટે ચેતન દૈયા અને ફિલ્મ 'ધૂંઆધાર' માટે હિતેન કુમારના ફાળે ગયો. બેસ્ટ ડિરેક્ટરનો તાજ રિહાન ચૌઘરીને ફાળે ગયો, તો બેસ્ટ કોમિક રોલ માટે 'એકડ એક' ફિલ્મના સ્મિત પંડ્યા જ્યારે 'ધન ધતૂડી પતૂડી'ના હેમાંગ દવેને મળ્યો.
બેસ્ટ નેગેટિવ રોલમાં બિમલ ત્રિવેદીને ફિલ્મ 'દીવા સ્વપ્ન' માટે મળ્યો તો બેસ્ટ મ્યુઝિક માટે મેહુલ સુરતી, બેસ્ટ લિરિક્સ પાર્થ તારપરાને 'શણગાર અધૂરો' ગીત માટે મળ્યો. બેસ્ટ મેલ સિંગર તરીકેનો એવોર્ડ પાર્થ ઓઝા અને અરવિંદ વેગડાને જ્યારે બેસ્ટ ફીમેલ સિંગરનો એવોર્ડ ફિલ્મ '21મું ટિફિન'ના મહાલક્ષ્મી ઐયરના ફાળે ગયો. સાથે જ એનિમેશન કેટેગરીમાં 'શ્રી મદ્ રાજચંદ્રાચાર્ય' ફિલ્મને પણ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી. સાથે જ સ્પેશિયલ કેટેગરીમાં જીફા ગોલ્ડન એવોર્ડ રોમા માણેકને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ અપાયો. તેમજ જીફા સપેશિયલ એવોર્ડ નેહા મહેતાને  સાથે જ પત્રકાર ક્ષેત્રમાંથી ફિલ્મી પડદે પદાર્પણ કરનાર બંસી રાજપૂત અને દેવાંગ ભટ્ટને પણ અપાયા હતાં. આ સાથે જ કોરોનામાં ગુજરાતી ફિલ્મના જાણીતા યુવા મ્યુઝિક ડિરેક્ટરની ખોટ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીને પડી છે ત્યારે  સ્વ. આકાશ શાહને પણ 2021 જીફા દ્વારા સન્માનવામાં આવ્યાં હતા.


જાણીતા ફિલ્મ ક્રિટિક્સ અને નિષ્ણાતોના આકલન પછી આ એવોર્ડ અપાયા
ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડએ વિવિધ પરિમાણો પર આધારિત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ક્વોલિટી માર્ક આપવા તરફની અનોખી પહેલ છે. તમામ કેટેગરી માટે જાણીતા ફિલ્મ ક્રિટિક્સ અને નિષ્ણાતોના આકલન પછી આ એવોર્ડ આપવામાં આવ્યાં છે. 
આ માટે જ્યુરી મેમ્બરમાં શ્રીનિવાસ પાત્રો, વિનોદ ગણાત્રા, મિહિર ભૂતા, બુરજીત ઉનવાલા, અદિતિ ઠાકોર,તથા તુષાર શુક્લ દ્વારા તમામ નોમિનીમાંથી બેસ્ટ એવોર્ડનું ચયન કરાયું હતું. જ્યુરી મેમ્બર તુષાર શુક્લાએ જણાવ્યું કે ગુજરાતી ફિલ્મ જગત માટે આ સમય ઘણો કટોકટી ભર્યો હતો તેમ છતાં તમામ નોમિનેટેડ ફિલ્મો માંથી અમને બેસ્ટ સિલેક્ટ કરવાાં ઘણી મુશ્કેલી પડી. તેજ ગુજરાતી સિનેમાના ભવિષ્ય અને દર્શકોનો ઉત્સાહ આ અંગેની સાક્ષી પૂરે છે.
વિવિધ રંગારંગ પર્ફોમન્સ
''ઘન ઘતુડી પતુડી''ના પર્ફોમન્સમાં ભાઇ ભાઇ ફેમ અરવિંગ વેગડા, સંજય સિંહ ચૌહાણએ અમદાવાદનો રિક્ષા વાળા ફ્યુઝન પર હટકે પર્ફોમ કર્યું.
 સાથે જ તીખી મીઠ્ઠી લાઇફ પર જીનલ બેલાણી અને ભૌમિક સંપથ જોડાયાં હતાં.  
ડ્રામેબાઝમાં આદેશ તોમર, આર.જે સલોનીએ દર્શકોને ડોલાવ્યાં હતાં. સાથે જ સ્મિત  પંડ્યા, આકાશ ઝાલા, જીતુ પંડ્યા અને પ્રકાશ મંડોલાએ તેમની આગવી શૈલીમાં દર્શકોને હસાવ્યાં. 
સાથે જ ફિલ્મ હલકી ફૂલકી તરફથી પણ આંચલ શાહ,રચના અકાઇ, ભાવિની ગાંધી અને તારક મહેતા સિરિયલ ફેમ અંજલી એટલે કે નેહા મહેતાના પર્ફોમન્સને દર્શકોએ માણ્યું. 
આ ફંક્શમાં ગ્રાન્ડ પર્ફોમન્સમાં માટલા પર માટલું જેમાં દેવ પગલી  આરતી મુનશી અને ચાઇલ્ડ આર્ટિસ્ટ વિવાન પટલે ચાંદવાલા મુખડા લેકે ચલોના બાઝારમે તેમજ ફ્યુઝન ગરબા પણ પ્રસ્તુત કર્યા હતા. 

જીફા એવોર્ડની શરુઆત
ગુજરાતી સિનેમા અથવા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ કે જેને ઢોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિલ્મ ઉદ્યોગની શરુઆત 7 એપ્રિલ 1932માં થઇ હતી, જ્યારે પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રિલીઝ થઈ હતી. 1960 થી 1980ના દાયકામાં વિકાસ કર્યા પછી આ ઉદ્યોગમાં ઘટાડો જોવા મળ્યો. જો કે હાલમાંના સમયમાં ફિલ્મ જગત પુનઃજીવિત થયું છે. 
ફિલ્મ ઉદ્યોગે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 2000થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. સરકારે 2005માં ગુજરાતી ફિલ્મો માટે 100% મનોરંજન કર મુક્તિ અને 2016માં પ્રોત્સાહનની નીતિ જાહેર કરી હતી. છેલ્લા બે-ત્રણ વર્ષમાં રિલીઝ થયેલી નવી અર્બન ગુજરાતી ફિલ્મોની સફળતા પછી આજકાલ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ મજબૂત અને ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે, અને ફિલ્મો બનાવવા અને રિલીઝ કરવાની વાત આવે ત્યારે નિર્માતાઓ અને દિગ્દર્શકો પણ ઉત્સાહી છે. 

કોરોના બાદ ફરી એક વાર નવી શરૂઆત
જીફા વિશે વાત કરતાં આયોજક અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં 32 જેટલી ગુજરાતી ફિલ્મો બની છે. સાથે જ ફરી એકવાર આપણી આ ઇન્ડસ્ટ્રી ઝડપથી બેઠી થઇ રહી છે તે આનંદની વાત છે. છેલ્લા ઘણાં સમયથી ગુજરાતી ફિલ્મ જગત નવી ઉંચાઇ પર પહોંચી રહ્યું છે તે દરેકની મહેનતને આભારી છે.

રોમા માણેકે તમામ લોકોને યાદ કર્યા જેમની સાથે તેમણે કરિયરની શરુઆત કરી હતી
ખાસ ગોલ્ડન એવોર્ડ ગુજરાતી ચલચિત્રોના અભિનેત્રી રોમા માણેકે એ તમામ લોકોને અર્પણ કર્યો હતો જેમાં તેમની પ્રથમ ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર, મેકઅપમેન, કોસ્ટારથી લઇ સ્પોટ બોય સુધીની દરેક વ્યકિતને કર્યો જેના લીધે તેઓ આ ક્ષેત્રમાં એકસફળ અભિનેત્રી બની શક્યાં. તેમએ આ પ્રસંગે નરેશ કનોડિયા, ગોવિંદ પટેલ,રમેશ મહેતા સહિત તમામ દિવંગત કલાકારોને પણ યાદ કર્યાં જેમણે ગુજરાતી ફિલ્મ જગતમાં તેમનું ખૂબ યોગદાન આપ્યું છે.  
ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ નો પ્રારંભ અરવિંદ વેગડા અને હેતલ ઠક્કર દ્વારા વર્ષ 2016માં કરાયો હતો. જેમાં વિવિધ પરિમાણોના આધારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આ અનોખી પહેલ કરવામાં આવી છે. છેલ્લાં 2 વર્ષથી કોરોનાના કારણે આ એવોર્ડ ફંક્શન યોજાઇ શક્યુ ન હતું. ત્યારે આ વર્ષે મોટી સંખ્યમાં ફિલ્મ કલાકારો અને ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકો આ ઇવેન્ટમાં જોડાયાં હતા. 
Advertisement
Tags :
Advertisement

.