VADODARA : નશાની હાલતમાં કારનો અકસ્માત સર્જનારને દબોચતી પોલીસ
VADODARA : તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક શખ્સે કારની અડફેટે બાઇક ચાલકને લીધો હતો. બાદમાં લોકોએ કાર ચાલકને રોકીને તેની તપાસ કરતા તે હાથ જોડવા લાગ્યો હતો. લોકોએ કારનો દરવાજો ખોલ્યો તો ડ્રાઇવીંગ સીટ નીચેથી શંકાસ્પદ બોટલ જણાઇ આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત તપાસ કરતા આરોપીને દબોચી લીધો છે. તેની પાસેથી એક વ્હીસ્કીની બોટલ મળી આવી છે. જે.પી. રોડ પોલીસ મથકમાં ગુનો નોંધીને આરોપી વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. (POLICE CAUGHT DRUNK CAR DRIVER - VADODARA)
કાર ચાલકને દબોચી લેવામાં આવ્યો
તાજેતરમાં જે. પી. રોડ પોલીસને કંટ્રોલરૂમમાંથી વર્ધિ મળી કે, વાસણા જકાતનાકા પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. જે બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાંથી અકસ્માત સર્જનાર કાર ચાલકને દબોચી લેવામાં આવ્યો હતો. કાર ચાલકની પ્રાથમિક પુછપરછમાં તે નશાની હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું. ત્યાર બાદ કારમાં તપાસ કરતા ડ્રાઇવર સીટ નીચેથી વ્હીસ્કીની બોટલ મળી આવી હતી.
આરોપી વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જે બાદ પોલીસ દ્વારા કાર અને ચાલક બંનેની અટકાયત કરીને પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે આરોપી સંદિપસિંહ ભૂપેન્દ્રસિંગ ચૌહાણ (રહે. શ્રીપાલ નગર, શિવશક્તિ બસ સ્ટોપ પાસે, ચાંદખેડા, અમદાવાદ) ની ધરપકડ કરી છે. અને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : 'જમવાનું ઓછું કેમ આપ્યું' કહી ચાકુના ઉપરા-છાપરી ઘા ઝીંક્યા